Gujarat

મહેસાણા નગરપાલિકામાં વ્યવસાય વેરો ભરવા આવેલા શખ્સે અધિકારી સાથે હોબાળો મચાવ્યો

મહેસાણા
મહેસાણા નગરપાલિકામાં વ્યવસાય વેરા શાખામાં પેઢીનું રજિસ્ટ્રેશન રદ કરવવા આવેલા વિષ્ણુ પટેલ નામના એજન્ટે શાખા અધિકારીને અપશબ્દો બોલતા ભારે હોબાળો મચી ગયો હતો. બાદમાં સ્ટાફ અને લોકોના ટોળા ભેગા થઈ જતા બાદમાં મામલો શાંત પડ્યો હતો. જાેકે, શાખા અધિકારીએ પોતાનું મન મોટું રાખી અપશબ્દો બોલનારા અરજદારને જવા દીધો હતો. મહેસાણા નગરપાલિકાની વ્યવસાય વેરા શાખામાં વિષ્ણુ પટેલનો યુવક એક પેઢીનું રજિસ્ટ્રેશન રદ્દ કરાવવા આવ્યો હતો. ત્યારે શાખાના અધિકારી દેવેન્દ્ર નાયકે તેને બાકી વ્યવસાય વેરો ભરવો પડે તેમ જણાવતા જેમ ફાવે એમ બોલવા લાગ્યો હતો. શાખાના અધિકારી દેવેન્દ્ર નાયક સાથે બોલાચાલી કર્યા બાદ મહિલા કર્મચારીઓ અને અરજદારની હાજરીમાં અપશબ્દો બોલતા મામલો ઉગ્ર બન્યો હતો. બાદમાં અમુક અરજદાર થતા સ્ટાફના લોકો ભેગા થઈ જતા અપશબ્દો બોલવા મામલે વિષ્ણુ પટેલને જાહેરમાં ઉઘડો લઇ લીધો હતો. ત્યારે થોડીવાર માટે તંગદિલી પ્રસરી ગઈ હતી. જાેકે, દેવેન્દ્ર નાયકે પોલીસ ફરિયાદ નોંધવાની ના પાડતા પરિસ્થિતિ થાળે પડી હતી.

File-02-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *