Gujarat

મહેસાણા પાલિકા દ્વારા એનઓસી વગરના કોમ્પલેક્ષને નોટિસ ફટકારશે

મહેસાણા
મહેસાણા શહેરમાં અનેકવાર આગની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ફાયર એનઓસી અને ફાયર સિસ્ટમ ફિટ કર્યા વગરની મિલકતોને આગથી વધુ નુકશાન થાય છે. આવી જાેખમી બનાવો અટકાવવા મહેસાણા પાલિકા દ્વારા કોમર્શીયલ, એસેમ્બલી, શોપિંગ સેન્ટર, હોસ્પિટલ, શાળા કોલેજ, કોમ્પ્લેક્ષ વગેરેને ફાયર એનઓસી મેળવી લેવા અને ફાયર સિસ્ટમ લગાવવા માટે નોટિસ આપીને તાકીદ કરવામાં આવી હતી. બીજી બાજુ મહેસાણા શહેરની ૨૩ શાળાઓ થતા ૭૧ હોસ્પિટલ અને ૮ જેટલા હાઇરાઇજ બિલ્ડીંગમાં ફાયર એનઓસી મેળવી લેવાની સાથે ફાયર સિસ્ટમને ફિટ કરવામાં આવી હોવાનું પાલિકા દ્વારા જાણવા મળ્યું હતું. આગામી દિવસોમાં મહેસાણા પાલિકા આકરા પાણીએ જઈને ફાયર સિસ્ટમ અને ફાયર એનઓસી નહીં ધરાવનાર કોમ્પ્લેક્સ,શોપિંગ સેન્ટર વગેરેને નોટિસ આપવામાં આવશે. શહેરના ૧૫ જેટલા એસેમ્બલી પાર્ટી પ્લોટ ફાયર એનઓસી ફાયર સિસ્ટમ ફિટ કરવાને પાત્ર છે. જેમના મોટાભાગના પાર્ટી પ્લોટના ધારકોએ ફાયર સિસ્ટમ લગાડવાની કામગીરી હાથ ધરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *