Gujarat

માંગરોળના પિપોદરા ગામે ધોળા દિવસે ઘરમાંથી ૬ તોલા સોનું લઈ ચોર ફરાર

કોસંબા
માંગરોળ તાલુકાના પિપોદરા ગામે પટેલ ફળિયામાં રહેતા સીરીષભાઈ અરવિંદભાઈ પટેલ પોતાના ઘરમાં પોતાના દીકરા સ્નેહલ અને તેની પત્ની પ્રિયંકા સાથે રહે છે. શેઠી ગામે ખેતી કરે છે. ૨૪મીના રોજ સવારે સીરીશભાઈ પોતાના કામ અર્થે વલણ ગામે ગયા હતાં અને ત્યાંથી બારડોલી તરફ ગયા હતાં. જ્યારે પુત્ર સ્નેહલ ખેતીના કામ અર્થે ખેતરે ગયો હતો. આ દરમિયાન સ્નેહલભાઈના પત્ની પ્રિયકા ઘરમાં એકલા હતાં.નીકળેલો કચરો ઘરના આગળના ભાગમાં આવેલ ખુલ્લી જગ્યામાં નાંખવા માટે ગયા હતાં. ત્યારે તેમણે ઘરના પાછળના ભાગે આવેલ દરવાજાની લોખંડની જાળીને અડાગરો મારી બંધ કર્યો હતો. પ્રિયંકાબહેન કચરો નાંખી ઘરના ઓટલા પરના હીંચકા પર બેઠા હતાં. માંડ ૧૦ મિનીટબાદ ઘરમાંથી અવાજ આવતાં ઘરમાં ગયા હતાં, ત્યારે તેમણે ઘરના પાછળના દરવાજેથી બે ઈસમોને વાળાની દીવાલ કૂદી ભાગતા જાેયા હતાં. તેમણે ચોરચોરની બૂમો પાડતાં આજુબાજુના લાકો દોડી આવ્યા હતાં. પરંતુ તસ્કરો ભાગી જવામાં સફળ થયા હતા. કોસંબા પોલીસને જાણ કરતાં દોડી આવી હતી. તપાસ કરતાં કબાટને ચાવીની મદદથી ખોલ્યા હતા, અને કબાટમાં રાખેલ સોનાના દાગીના અંદાજિત ૬ તોલાથી વધુની ૬૩,૦૦૦ રૂપિયાની મત્તાની ચોરી થઈ હોવાનું જણાવ્યુ હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘરમાં ચોરી કરીને પાછલા દરવાજાથી ભાગતા ચોર ઈસમો અંદાજિત ૩૦થી ૩૫ વર્ષની ઉંમરના તેમણે શર્ટ અને પેન્ટ પહેરેલા હતાં. મધ્યમ બાંધાના હતાં. પરંતુ પ્રિયકાબહેને તેમને પાછળના ભાગે જાેયા હતાં. તેમણે પોલીસ સમક્ષ ચોરનું વર્ણન વર્ણવ્યું હતું. ચોર સીરીષભાઈના ઘરથી પરિચીત હોવાની શક્યા નકારી શકાય તેમ નથી. ચોર એવો સમય પસંદ કરવામાં આવ્યો હતો. અને ચોરે વાતથી અવગત હતાં કે પ્રિયંકાબહેન ઘરમાંથી કચરો નાંખવા બહાર ગયા છે,અને ઘરની બહાર હીંચકા પર બેઠા છે. અને ઘરના પાછળની જાળીમાં અડાગરો માળ્યો છે. જેથી કરી ચોરો પાછળની દીવાલ કૂદી પાછલના બારણેથી ઘરમાં ઘૂસ્યા હતાં. ઘરના એક રૂમમાં જ્યાં સોનાના દાગીના જે કબાટમાં રાખવામાં આવ્યા હતાં તે કબાટની ચાવી અન્ય કબાટમાં રાખી હોય. જે કબાટને ખોલી ચાવી મેળવી સોનાના દાગીના મુકેલ કબાટને ખોલી દાગીનાની ચોરી ધોળા દિવસે સફળતા પૂર્વક કરી હતી. જેથી આ ચોરોએ ઘરમાં ચોરી કરવા માટે પ્રિયંકાબહેન ઘરમાં એકલા હોવા ઉપરાંત પ્રિયંકાબહેનની આદતની રેકી કરી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ચોર ઘરના પરિવારના નિત્યક્રમથી વાકેફ હોવાનું જણાય છે.માંગરોળ તાલુકાના પિપોદરા ગામે પટેલ ફળિયામાં ધોળા દિવસે ઘરમાં મહિલા સભ્ય એકલી હતી, ત્યારે ઘરના પાછળનો લોખંડના જાળિયાનો અડાગરો મારી મહિલા ઘરનો કચરો આગલા બારણાથી ખુલ્લી જગ્યામાં નાંખવા ગઈ હતી. અને ઘરના ઓટલા પર હીંચકા પર બેઠી હતી, તે દરમિયાન ઘરમાં અવાજ આવ્યો હતો. તે જાેવા ઘરમાં જતા બે ઈસમો ઘરના પાછળના બારણેથી ભાગતા જાેયા હતાં. ઘરમાં તપાસ કરતાં ઘરના બેડરૂમમાં રાખેલ ત્રણ કબાટ ખુલ્લા હતાં અને સામાન વેરવિખેર હતો. તમાં રાખેલ ૬૩ હજારની કિંમતના ૬ તોલાથી વધુની તસ્કરો ચોરી કરી ગયા હતાં.

6-pounds-of-gold-was-stolen.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *