Gujarat

માંગરોળના લોએજ ખાતે મેગા પશુનિદાન કેમ્પ યોજાયો, બે હજાર થી વધુ પશુઓની સારવાર કરવામાં આવી

જુનાગઢ જિલ્લાના માંગરોળના લોએજ ગામની શ્રી ગોકુળ ગૌ સેવા સમાજ ખાતે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય, જિલ્લા પંચાયત પશુપાલન શાખા, ગ્રામ પંચાયત લોએજ ના સંયુક્ત ઉપક્રમે મેગા પશુરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં ૨૦૨૧ પશુઓની સારવાર કરવામાં આવી, ૧૩૨૪ પશુઓ ને કૃમિનાશક દવા પીવડાવામાં આવી, ૨૦ પશુઓને મેજર સર્જરી કરવામાં આવી, ૬૦૬ પશુઓની મેડિસન સારવાર કરવામાં આવી અને ૬૨ પશુઓને જાતીય આરોગ્ય સારવાર આપવામાં આવી હતી.
આ કેમ્પમાં જિલ્લા પંચાયત ના પ્રમુખ પ્રતિનિધિ દિનેશ ભાઈ ખટારીયા, પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા,  ગોવાભાઈ ચાંડેરા, લોએજ સરપંચ રવિ ભાઈ નંદાણીયા, ગોવિંદભાઈ ચોચા, પરબત મેવાડા, દિવ્યેશ વાળા, સુદા કોડિયાતર એ હાજરી આપી હતી.
કેમ્પ ને સફળ બનાવવા નાયબ પશુપાલન નિયામક ડીડી પાનેરા, ડો કુંભાણી, ડો અકબરી, ડો. શીંગાળા, ડો. કારેથા, પ્રો ડો ભટ્ટ અને ટિમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
કાર્યક્રમ નું સંચાલન વેજાભાઈ પીઠીયા દ્વારા કરવામાં આવ્યું હતું.,,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ
Attachments area

IMG-20220321-WA0085.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *