માંગરોળ તાલુકાના સાંગાવાળા ગામેની વાડીએ થી પોતાના પુત્રને ઘરે જતા ત્યારે રોડ પર ચડતા જ પાછળ માંગરોળ તરફથી પુરપાટ ઝડપે આવતા ટ્રકે ઠોકર મારતા રાહદારી રૂડાભાઈ કચરા માલમ ઉંમર વર્ષ 70 ને ઠોકર લાગતા ઘટના સ્થળે મોત થતા ટ્રક ચાલક ટ્રક મૂકી ભાગીછૂટ્યો હતો ..
માંગરોળ મરીન પોલીસ દ્વારા ટ્રકને કબ્જો લઇ લાસને પી.એમ.માટે માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલ આ ઘટનાની જાણ થતા તાલુકા પંચાયતના પ્રમુખ જેઠાભાઇ ચુડાસમા તેમજ સાંગાવાળા સરપંચ ભરત માલમ જોન સરપંચ જગદીશભાઈ ભૂતિયા સહિત સરપંચો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા..
આ ઘટનાની વધુ તપાસ માંગરોળ મરિન પોલીસ દ્વારા ચલાવવા આવી છે..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


