માંગરોળ નગર પાલિકા માં ૪૭ જેટલા કોન્ટ્રાક્ટબેઝ પર કામ કરતા સફાઈ કર્મચારીઓ ને છુટા કરતા વિવાદ..
છેલ્લા ત્રણ માસથી પગાર ના થતા એક મહિલાએ કરી આત્મહત્યાની કોશિશ કરતા સારવાર અર્થે માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઇ. તમામ સફાઈ કર્મચારીઓ હોસ્પિટલ ખાતે એકઠા થઈ હોબાળો મચાવ્યો,
જાણવા મળતી માહિતી મુજબ
લાંબા સમયથી રોજમદાર તરીકે કામ કરતા કર્મચારીઓ ને એક વર્ષ થી કોન્ટ્રાક્ટ બેઝ માં ભેળવી દેવાયા તેમજ એજંસી દ્વારા ત્રણ માસથી પગાર ના આપ્યો હોવાનુ આક્ષેપ કરવામા આવી રહ્યો છે
માંગરોળ નગરપાલીકા મા સફાઈ કામદારોમાં ત્રણ થી ચાર વિધવા મહિલાઓ પણ છે જેને વારસદાર તરીકે નોકરીમાં લેવામાં આવેલ છે પણ તેને પણ કોન્ટ્રાક્ટ માં મૂકી દેવાતા પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે તે પણ સવાલ ઉભો થયો છે હાલ દિવાળી જેવા તહેવારોમાં અને આ કારમા મોંઘવારીમા આ સફાઈ કર્મચારીઓને પોતાના પરિવાર નુ જીવન ચલાવવું ભારે મુશ્કેલ બન્યું છે,, વારંવાર નગરપાલિકા મા રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા બે ફીકરાઇ દાખવવામાં આવી રહી છે,,
એજન્સી દ્વારા પગાર ના ચૂકવવાતા મહિલા કર્મચારીએ આત્મહત્યા ની કોશિશ કરી
હાલ કોન્ટ્રાક્ટ દ્વારા ૪૭ જેટલા કર્મચારીઓ ને છુંટા કરી દેતા આજે સફાઈ કર્મચારીઓને આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. ત્યારે વર્ષો સુધી નજીવા પગારમાં પાલિકાની સેવા કરી રહેલ આ સફાઈ કર્મચારીને છુટ્ટા કરી દેવાતા પોતાની આપ વીતી મીડિયા સમક્ષ રજુ કરતા ભાવુક બન્યા હતા અને સરકારશ્રી સફાઈ કર્મચારીઓ ને ન્યાય આપે તેવી માંગ કરી હતી,
રીપોર્ટર,, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ-
Attachments area


