માંગરોળ ના કગરાણાં મિલ પાસે પોતાના મકાનમાં જ ગળેફાંસો ખાઈ ૧૬ વર્ષીય તરૂણીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
આ અંગે આસપાસના લોકોને ખ્યાલ પડતાજ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમજ મૃતક ની બોડી ને સરકારી હોસ્પિટલમાં લવાઈ હતી.
મૂળ શેપા ગામની અને હાલમાં માંગરોળ કગરાણા મીલ પાસે પરીવાર સાથે રહેતી યુવતી અસરદ હસન ખીલચી ઉમર વર્ષ ૧૬ એ અગમ્યકારણ સર ગળેફાસો ખાધો હતો.
હાલમાં મૃતકની ડેડબોડીનું માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા પેનલ પોસ્મોટમ કરવામાં આવશે..
મુત્યુ નું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ માંગરોળ પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.
ઘટના ની જાણ થતા જ પાલિકા પ્રમુખ મોહમદ હુસેન ઝાલા, ન.પા.સભ્ય યુનુસ બક્ષા, શેપા માજી સરપંચ અમતખા ખીલચી હોસ્પિટલ દોડી આવ્યા હતા…
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ
