Gujarat

માંગરોળ ના ડોક્ટર ઈમરાન પટેલ નું નામ ગુજરાત લેવલે ઝડકયું

અમદાવાદ ખાતેની એશિયન ચિલ્ડ્રન હોસ્પિટલ ને બેસ્ટ ચિલ્ડ્રન હોસ્પિટલ નો એવોર્ડ આપવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ માંગરોળના વતની અને અમદાવાદ ના વસ્ત્રાલ ખાતે આવેલ એશિયન ચિલ્ડ્રન હોસ્પિટલ ધરાવતા ડોક્ટર ઈમરાન પટેલ અને તેમની ડોક્ટરો ની ટીમને ગુજરાત ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે *બેસ્ટ ચિલ્ડ્રન હોસ્પિટલ ઓફ ગુજરાત* નો એવોર્ડ આપવામાં આવે છે.
ડોક્ટર ઈમરાન પટેલે અમદાવાદમાં ચિલ્ડ્રન હોસ્પિટલ શરૂ કરી અને  આટલી મોટી નાની વયમાં આવડી મોટી ખ્યાતિ મેળવીને પોતાની હોસ્પિટલ,પોતાનાં પરિવાર અને માંગરોળ શહેરનું નામ રોશન કરી ડોક્ટરી લાઈનની દુનિયામાં સારી એવી સિદ્ધી હાસીલ કરેલ છે. ગંભીર થી અતિ ગંભીર બીમારીમાં સપડાયેલા બાળકોની સારવાર કરી સારા પરિણામ સુધી પહોંચી અને આર્થિક નબળા વર્ગ ના બાળકોને રાહત દરે સારવાર આપવામાં પ્રખ્યાત થયેલા ડો ઈમરાન પટેલ અને તેમની ડોક્ટરો ની ટીમ તથા સ્ટાફે એશિયન ચિલ્ડ્રન હોસ્પિટલ નું નામ ગુજરાત મા ચમકતું કરતાં માંગરોળ પંથકના હિન્દુ મુસ્લિમ સમાજ ગર્વ અનુભવે છે. માંગરોળ નો આ તેજસ્વી તારલો આજના યુવાધન ને એક સંદેશો અને પ્રેરણા આપે છે કે સતત મહેનત કરીને નિતી સાથે કરેલા પરિશ્રમથી ચોક્કસ  સફળતા અપાવે છે.
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20221003-WA0125.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *