Gujarat

માંગરોળ ના લોએજ ગામે ચાંડેરા કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમીતે બાઈક ત્રિરંગા યાત્રા યોજાય

જૂનાગઢ જિલ્લા ભાજપ શિક્ષક સેલના કન્વીનર અને ચાંડેરા કોલેજ લોએજ તેમજ ચાંડેરા કોલેજ દિવરાણા ( ધાર) તા.માંગરોળના સ્થાપક સંચાલક શ્રી ડો.વેજાભાઈ એમ.ચાંડેરા દ્વારા આજરોજ તા.૧૧/૦૮/૨૦૨૨ ને ગુરૂવારે ત્રિરંગા બાઈક યાત્રા યોજવામાં આવી હતી.જે માંગરોળ તાલુકાના લોએજ ગામની ચાંડેરા કોલેજ થી પ્રસ્થાન કરવામાં આવેલ ત્યાથી રહીજ શહીદ વીર વિક્રમસિંહના સ્ટેચયુ એ સૌ પ્રથમ ત્રિરંગો ફરકાવીને શહીદોને યાદ કરી આગળ વધી હતી અને આ યાત્રામાં નિવૃત ફોજી ભાઈઓ પણ જોડાયા હતા.અને આશરે ૨૦ જેટલા ગામડાઓમાં ડી.જે.માં દેશ ભકિતના ગીતો સાથે યાત્રા નીકળી હતી.
આ યાત્રામાં જનરલ ગુજરાત આહીર સમાજ અને જૂનાગઢ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ગોવિંદભાઈ ચોચા,પ્રદેશ માલધારી સેલમાંથી ભગવાનભાઈ મોરી,રહીજ ગામના સરપંચ ભરતભાઈ રામ અને આશરે ૩૦૦ જેટલા યુવાનો,વેપારીઓ,વડીલો વરસાદી વાતાવરણ અને રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર હોવા છંતા ખુબ જ ઉત્સાહ પૂવૅક જોડાયા હતા.અને યાત્રાને સફળ બનાવવા માટે ચાંડેરા કોલેજ લોએજ અને દિવરાણા( ધાર) કોલેજના સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.સૌ યાત્રામાં જોડાયેલા દેશપ્રેમી લોકોનો ડો.વેજાભાઈ એમ.ચાંડેરાએ આભાર વ્યકત કરેલો,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

20220811_191651.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *