Gujarat

માંગરોળ બંદર પર તુલસી પ્રેમજી ગોસીયાનું ગોદીમા પડી જવાથી મોત.

માંગરોળ બંદર વોર્ડના પાલિકા સદસ્ય રણછોડ પ્રેમજી ગોસીયા ના ભાઈ  તુલસી પ્રેમજી ગોસીયા ઉ.વ. ૫૯ માંગરોળ બંદરની જેટી પર ઉભા હતા તે દરમિયાન
દરીયામાથી મોટૂં મોજું આવી જતા, તુલસી ગોસીયા ગોદી પરથી દરિયામાં છૂટા ઘા થયા હતા. ગોદીના પથ્થરો સાથે ભટકાતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજા થયેલ. પાણીમાં પટકાતી બોડીને મહામહેનતે રેસ્કયુ કરી બહાર નીકળેલ. તાત્કાલિક માંગરોળ સરકારી હોસ્પિટલે લઇ આવતા
માંગરોળ સરકારી હોસ્પિટલ ના ડોક્ટરે તેમને મૃત જાહેર કરેલ. માંગરોળ સરકારી હોસ્પિટલે ખારવા સમાજના આગેવાનો દોડી આવેલ…
રીપોર્ટર વિનુભાઇ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *