ગત માસે કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા માછીમારી જાળ (ફીશીંગ નેટ) ઉપર વસુલવામાં આવતા પ% GST દરમાં વધારો કરી ૧લી જાન્યુ.-ર૦રરથી ૧ર% GST દર કરવાનંુ જાહેર કરવામાં આવેલ. તે અનુસંધાને મહાવીર મચ્છીમાર સહકારી મંડળી લી. માંગરોળબંદરના પ્રમુખશ્રી દામોદરભાઈ ચામુડીયાએ માછીમાર સમાજ વતી રાજ્ય તથા કેન્દ્ર સરકારશ્રીમાં લેખીત રજુઆત કરી છેલ્લા ચારેક વરસ થી કમોસમી દરિયાઈ આફતો, પ્રવર્તમાન સમયે કાંઠા વિસ્તારના પ્રદુષણ અને ગ્લોબલ વોમિર્ગના કારણે ઓછી મત્સ્ય પકડાશ, ડિઝલ/કેરોસીનનો ભાવ વધારો કોરોના અને ચાઈના ઈફેકટ જેવા કારણોસર માછીમારો અને મત્સ્યોદ્યોગની આથીક વિકટ સ્થતિમાં માછીમારી માટે આવશ્યક એવી ફીશીંગ નેટ (જાળ) પર GST દરમાં તોતીંગ વધારાથી મત્સ્યોદ્યોગ અને માછીમારો પાયમાલ થઈ જવાની ભીતી દશાર્વી સરકારશ્રીના નિર્ણયનો ઉગ્ર લેખિત વિરોધ કરેલ જેના ફલ સ્વરૂપ ઉપરોકત વધારો મોકુફ રાખવાના સરકારશ્રીના નિર્ણયથી માછીમાર સમુદાયમાં રાહતની એક અનેરી લાગણી ફેલાઈ જવા પામી છે.
રાજ્ય તથા કેન્દ્ર સરકારશ્રીની માછીમારો પ્રત્યેની લાગણી અને પ્રોત્સાહક વલણથી મત્સ્યોદ્યોગ અને માછીમારો કેટકેલીયે વિકટ સ્થિતિઓમાં પણ અડીખમ રહયા છે ત્યારે માછીમારોની માંગણી અને લાગણીને ધ્યાને લઈ સરકારશ્રીના ઉકત વધારો પરત લેવાના આ નિર્ણયને આવકારી માછીમાર સમાજ વતી કેન્દ્રની ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યકત કરેલ છે…….
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ
