માંગરોળ,, માંગરોળ પંથકમાં જંગલી પ્રાણીઓ ના આંટાફેરા અને માણસો પર હિસંક હુમલાના બનાવો બનવા છત્તા રાજકીય પક્ષોનુ મૌન,,, કોંગ્રેસ અને ભાજપના નેતાઓ અને આગેવાનોને માત્ર ચુંટણી ટાઈમે જ લોકોમા રસ તેવું લોકો ચર્ચિ રહ્યા છે ,, ખેડુતો પોતાના ખેતરે વાડીએ જતા ભય અને ડર અનુભવી રહ્યા છે, છેલ્લા કેટલાક માસથી માંગરોળ મકતુપુર રહિજ,લોએજ,નગીચાણા,શાપુર, શેરિયાજ,શેપા, હુશેનાબાદ, ચાખવા,આજક સહીતના અનેક ગામોમાં સિંહો, દીપડાઓ ના આંટાફેરા અને હુમલાઓ ના બનાવોમાં ખેડુતોને ઈજાગ્રસ્ત કર્યા છે છત્તા આ જંગલી પ્રાણીઓ ને પકડવા કે જંગલમાં મુકી આપવા માટે વન વિભાગને કોઈપણ રજુઆત કરાય નથી, વન વિભાગ પણ કોઈ મોટી ઘટનાની રાહ જોય રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, ખેડુતો રાત્રીના સમયે તો ઠીક પણ ખેડૂતો દિવસે પણ પોતાના ખેતરે પાણી વાળવા જતા ડર અનુભવી રહ્યા છે, ત્યારે આ મામલે રાજકીય નેતાઓ અને લોકો વહેલી તકે જાગી ઉચ્ચ કક્ષાએથી તે જરુરી કાર્યવાહી કરાવે તોવી લોકમાંગ ઉઠવા પામી છે,,
માંગરોળ,, માંગરોળ પંથકમાં જંગલી પ્રાણીઓ ના આંટાફેરા અને માણસો પર હિસંક હુમલાના બનાવો બનવા છત્તા રાજકીય પક્ષોનુ મૌન,,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ