પરીવારજનો અને શહેરના આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા ખેસ પહેરાવી સન્માન કરી વિધાય અપાઈ…
માંગરોળથી મહાદેવ ગૃપ સહીત ના શિવ ભક્તો અમરનાથ યાત્રીકો માટે એક માત્ર ગુજરાતી ભંડારો શ્રી પ્રભુ પ્રસાદ પરિવાર સેવા ટ્રસ્ટ ના નેજા હેઠળ કાશ્મીરના નુનવન બેઝ કેમ્પ પહેલગામ મા આયોજન કરવામા આવે છે તેમા તન મન ધન થી સેવા આપવા જતા હોય છે કોરોના ના બે વર્ષ બાદ આજ રોજ માંગરોળ મા થી સાત શિવ ભક્તો આ ગુજરાતી ભંડારા ના સેવા અર્થે રવાના થયા ત્યારે
પરીવાર જનો અને શહેર ના આગેવાનો, વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સન્માન સાથે વિદાય અપાઈ
માંગરોળ થી અમરનાથ યાત્રા એ જતાં ૭ શિવભકતોને લીમડા ચોક ખાતે વિદાઇ આપવામાં આવી તેમા ગામના આગેવાનો દ્વારા પુષ્પગુચ્છ દ્વારા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ના આગેવાનો દ્વારા મીઠુ મોઢુ કરાવી ખેસ પહેરાવી વિદાય આપવામાં આવેેલ સમગ્ર સંચાલન રમેશભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યુ હતુ,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


