Gujarat

માંગરોળ,, માંગરોળ વાલ્મીકી સમાજ ના સદભાવ કોમ્યુનિટી હોલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મારક ટ્રસ્ટ સંચાલિત દ્વારા શ્રીહરિ રુગ્ણાલય નામ ના સાપ્તાહિક દવાખાનાનુ ઉદ્ગાટન કરાયુ જેમા દર્દીઓ ને નિશુલ્ક તપાસ સાથે દવાઓ પણ આપવામાં આવશે…

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં વાલ્મીકી સમાજ ના સદભાવ કોમ્યુનિટી હોલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મારક ટ્રસ્ટ સંચાલિત શ્રીહરિ રુગ્ણાલય નામ ના સાપ્તાહિક દવાખાનાનુ ઉદ્ગાટન કરાયુ હતુ પ્રથમ વાલ્મીકી સમાજ ના આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તેમજ ડોક્ટર શ્રી ના હસ્તે દિપપ્રાગટ્ય કરી આ દવાખાનુ ખુલ્લુ મુકાયુ  આ દવાખાના મા ડો. કેતન ચોપડા સાહેબ સપ્તાહ મા એક દિવસ દર શુક્રવારે સાંજે પાંચ થી છ વાગ્યા સુધી સેવા આપશે જેમા દર્દીઓ ને નિશુલ્ક તપાસ અને નિશુલ્ક દવાઓ પણ આપવામાં આવશે
આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના હોદ્દેદારો વિશ્વ હિન્દુ પરિષદ ના હોદ્દેદારો અને મહેમાનો ની ઉપસ્થિતમા વાલ્મીકી સમાજ ના આગેવાનો દ્વારા ડોક્ટર કેતન ચોપડા સાહેબ ને શાલ ઓઢાળી સંન્માનિત કરવામાં આવ્યા હતા..
રીપોર્ટર,, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

20220702_172343.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *