Gujarat

માંગરોળ શિવમ્ ચક્ષુદાન-આરેણા ના માધ્યમથી માંગરોળમાં માતૃતુલ્ય ભગીનીશ્રીઓ દ્વારા અંગદાનના સંકલ્પપત્રો ભરાયા.,,     

માંગરોળમાં રહેતા અને વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ માતૃતુલ્ય ભગીનીશ્રીઓ સુશીલાબેન ચત્રભુજ ખીલોસીયા(ઉ.વર્ષ.૮૦),મટુબેન એમ.છાત્રોડીયા (ઉ.વર્ષ.૬૮) તેમજ પારૂલબેન ચેતનકુમાર જાદવ(ઉ.વર્ષ.૫૭) દ્વારા શિવમ્ ચક્ષુદાન આરેણાના માધ્યમથી અંગદાન શ્રેષ્ઠદાનનો મંત્ર સાર્થક કરી અંગદાનનો સંકલ્પ કરેલ છે.
     આ સિનિયર સીટીઝન માતૃતુલ્ય મહિલાઓ પરિવારની જવાબદારી નિભાવવાની સાથે સાથે  પોતાનો કિંમતી સમય જુદી જુદી સેવાકીય પ્રવૃતિઓમાં વિતાવે છે.અને આવી માનવતાની દરેક  પ્રવૃતિઓમાં અગ્રેસર રહે છે. આ મહિલાઓનો આજનો અંગદાન સંકલ્પ એ એક પ્રેરણાદાયક વિચાર છે જેને શિવમ્ ચક્ષુદાન આરેણા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ વંદન કરે છે.
  તેમના અંગદાનના સંકલ્પ થકી તેમણે અંગદાન જાગૃતિ અંગે એક રાહ ચીંધ્યો છે,,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

20221228_191048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *