દહેગામ
દહેગામ તાલુકાની ઝાક જીઆઈડીસી ખાતે અમદાવાદના નરોડા ખાતે રહેતા ગોવિંદભાઈ વેલજીભાઈ પટેલની પ્લોટ નંબર-૩૦૯માં માઈકા એમ્બીશન પ્રા.લી. નામની કંપની ધરાવે છે. જેઓની કંપનીમાં માઈકા લેમીનેટ સીટો બનાવવા અલગ અલગ જગ્યાએથી કાચો માલ મંગાવીને તૈયાર થયેલ સીટો ઓર્ડર પ્રમાણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં વેચવામાં આવે છે. આ કંપનીમાં વર્ષ ૨૦૧૧-૧૨ માં એકાઉન્ટન્ટ તરીકે ભાવેશકુમાર જયંતીલાલ પટેલને રાખ્યો હતો. તેણે કંપનીનાં માલિકે ગત વર્ષ-૨૦૧૫માં તેને ચીફ ફાયનાન્સ ઓફિસર તરીકે પ્રમોશન આપ્યું હતું. જેમાં કંપનીના માલિકે સહી કરેલી ચેક બુકો પણ જરૂરી ઉપયોગ માટે ભાવેશકુમારને આપી હતી. સીએફઓની ફરજ દરમ્યાન ભાવેશકુમાર જયંતીલાલ પટેલે કાચો માલ ખરીદવામાં અને તૈયાર માલ સપ્લાય કરવામાં ગોલમાલ કરીને આવતા કાચા માલના ખોટા બિલ મૂકી તેમજ સપ્લાય માટે કાચા બિલનો ઉપયોગ કરતા કંપનીના માલિકને આ બાબતે શંકા ગઇ હતી. આથી કંપનીના માલિકે ગત વર્ષ-૨૦૨૧થી કંપનીના માલિક દ્વારા સ્ટોક સ્ટેટમેન્ટ માંગતા બેલેન્સ સીટમાં ૩૫,૯૪,૭૫,૯૯૫ સ્ટોક દર્શાવીમાં આવતાં કંપની દ્વારા નિહલાની એન્ડ કંપની ચાર્ટડ એકાઉન્ટન્ટ દ્વારા સ્ટોક ગણતરી કરવામાં આવતાં ૭,૧૬,૭૦,૧૧૧ નોજ હાજર સ્ટોકમાં હોવાથી સીએફઓ ભાવેશકુમાર જયંતીલાલ પટેલે ૨૮,૭૮,૦૫,૮૮૪ની માતબર રકમની ઉચાપત કરી હોવાનું જણાઈ આવ્યું હતું. ગોવિંદભાઈ પટેલે દહેગામ પોલીસ સ્ટેશનમાં ભાવેશકુમાર જયંતીલાલ પટેલ વિરૂધ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધાવી હતી.દહેગામ તાલુકાના ઝાક ખાતેની જીઆઈડીસીમાં આવેલી એક કંપનીના ચીફ ફાઈનાન્સ ઓફિસરે છેતરપીંડી આચરી છે. તેમાં ફાઇનાન્સ ઓફિસરે ખોટા બીલથી બેલેન્સ સીટમાં ખોટો સ્ટોક દર્શાવી રૂપિયા ૨૮.૭૮ કરોડની ઉચાપત કરી છે. ઉચાપતની જાણ થતાં કંપનીના માલિકે ફરીયાદ આપતા પોલીસે ગૂનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.


