રાજ્યના કૃષિ, પશુપાલન તથા ગૌ સંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના સચાણા ગામે માછીમાર ભાઈઓ બહેનોને બોટ લાઇસન્સ, કિસાન ક્રેડિટ કાર્ડ, વેસલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, ખેડૂત અકસ્માત વીમા યોજના સહિતના વિવિધ સરકારી યોજનાના લાભો અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમાજના છેવાડાના માણસ સુધી વિકાસના લાભો પહોંચે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર માછીમારોને તમામ પ્રકારની મદદ કરવા તત્પર છે. ખેડૂતોની જેમ જ મત્સઉદ્યોગ માટે પણ સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જોડિયા થી લઈ ઓખા સુધીના તમામ માછીમાર ભાઈઓનો ઉત્કર્ષ થાય તે માટે સરકાર હર હંમેશ મદદરૂપ થવા તૈયાર છે.
આ પ્રસંગે માર્કેટીંગ યાર્ડ જામનગરના ચેરમેનશ્રી પ્રવિણસિંહ ઝાલા, વાઇસ ચેરમેન શ્રી જમનભાઈ, ડાયરેક્ટર શ્રી ઘનશ્યામસિંહ તથા ધીરુભાઈ કારિયા, શ્રી મુકુંદભાઈ સભાયા, શ્રી કુમારપાલસિંહ રાણા, શ્રી મહેન્દ્રસિંહ જાડેજા, શ્રી ગીરીરાજસિંહ જાડેજા, સામાજીક આગેવાન શ્રી મામદભાઇ તથા શ્રી ખાનભાઇ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
