ગાંધીનગર
શ્રાવણ મહિનાનાં અંતિમ દિને માણસા વિહાર ચોકડી પાસે આવેલા સી કે આર્કેડ કોમ્પલેક્ષ આગળ જાહેરમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યાની બાતમી મળતાં માણસા પીએસઆઇ જી એ સોલંકી સ્ટાફના માણસો સાથે તાબડતોબ સ્થળ પર દોડી ગયા હતા. અને જુગારીઓ ભાગી ના જાય એ માટે પોલીસની ટીમે ચારે દિશા કોર્ડન કરી લીધી હતી. બાદમાં જુગારીઓ પાસે જઈને પોલીસની ઓળખ આપતાં જુગારીઓએ હાથમાંથી પત્તા નીચે નાખી દીધા હતા. પોલીસે જુગારીઓને જે તે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી રેડની કાર્યવાહી શરૂ કરી હતી. જે અન્વયે દાવ પરથી અને જુગારીઓની અંગ ઝડતી લેતા કુલ ૨૧ હજારની રોકડ મળી આવી હતી. આથી પોલીસે તેઓના નામ ઠામ પૂછતાં બીલોદરા ગામના વિક્રમજી ઉર્ફે રમેશભાઈ કચરાજી ચાવડા, રાજેંદ્રકુમાર ડાહ્યાલાલ આચાર્ય, સંજયસિંહ સોમાજી વાઘેલા, રતન નાથુજી ચાવડા, બાબુજી રતનજી ચાવડા,કિરીટસિંહ બળવંતસિંહ વિહોલ અને કમલેશસિંહ લક્ષ્મણજી ચાવડા હોવાની કબૂલાત કરી હતી. આ તમામની જુગાર ધારા હેઠળ ધરપકડ કરીને પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.માણસા વિહાર ચોકડી પાસે આવેલા સી કે આર્કેડ કોમ્પલેક્ષ આગળ જાહેરમાં જ જુગાર રમવા બેઠેલા બીલોદરા ગામના સાત જુગારીઓને માણસા પોલીસે પૂર્વ બાતમીના ઝડપી પાડી રોકડ રકમ, જુગારનું સાહિત્ય મળીને ૨૧ હજારના મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
