Gujarat

માણાવદર મામલતદાર કચેરી ખાતે અગ્નિપથના વિરોધમાં કોંગ્રેસે ધરણા કરીયા

(જીગ્નેશ પટેલ દ્વારા)
માણાવદર તાલુકા અને શહેર કોંગ્રેસ દ્રારા આજરોજ ગાયત્રી મંદિર પાસેથી વિશાળ રેલી કાઢી માણાવદર મામલતદાર કચેરી ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો કેન્દ્ર સરકાર અગ્નિપથના નામે જવાનો અને યુવાનોને અપમાનજનક સ્થિતિમાં મૂકી મસ્કરી કરવાનું ભાજપ સરકાર બંધ કરે કાયમી ધોરણે જવાનોને સેવા આપવાને બદલે 4 વર્ષ પછી બેકાર બનાવવાની યોજના દેશના યુવાનોનું અપમાન છે.
અગ્નિપથ યોજનાના વિરોધમાં માણાવદર કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવેલ જેમાં યુવાનોના ભવિષ્ય સાથે વર્તમાન ભાજપ સરકાર ચેડા કરી યુવાનોના સપના ઉપર પાણી ફેરવ્યું છે દેશની સેવા કરનાર યુવાનોને પેન્શન ન મળે અને સાંસદ સભ્ય અને ધારાસભ્યને પેન્શન મળે છે તો આ તે કેવી અગ્નિવિર યોજના યુવાનોના હકને છીનવી લેવામાં આવેલ છે જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરેલ અને યુવાનોને પહેલાંની જેમ જ આર્મીની દેશ સેવાની તક આપવામાં આવે એવી કોંગ્રેસે માંગણી કરી હતી અને યુવાનોની માંગણીને સમર્થન આપ્યું હતું.આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પ્રભારી મનોજભાઈ પનારા, માણાવદર વિધાનસભાના પ્રભારી વૈશાલીબેન શિંદે, જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ લાડાણી, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી હરિભાઈ કણસાગરા, માણાવદર વિધાનસભાના પ્રભારી પ્રફુલભાઈ કમાણી, હરેશભાઈ ડાંગર, માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજય ઝાટકીયા, વેકરી ગામના સરપંચ વિરમભાઈ ખોડભાયા, વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ, માણાવદર તાલુકા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ બોરખતરીયા, પ્રદેશ કિસાન સેલના અગ્રણી રાણાભાઇ કોડીયાતર, બાંટવા શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ રાઠોડ, સરદારગઢ ના પૂર્વ સરપંચ બટુકભાઈ મીનીપરા તેમજ બહોળી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર – જીગ્નેશ પટેલ માણાવદર

IMG_20220627_122235.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *