Gujarat

માણાવદર શહેરમાં માં લીરબાઈની રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું

 

મહેર સુપ્રીમ ઈન્ટરનેશનલ કાઉન્સિલ આયોજિત મા લીરબાઇ આઇની રથયાત્રા માણાવદર શહેરમાં પહોંચી હતી ત્યારે શહેરના વિવિધ માર્ગો પર લીરબાઇ આઇની રથયાત્રા પસાર થઈ હતી જેમાં લોકો દ્વારા વાજતેગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ ચોકમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ફૂલહારથી પણ સ્વાગત કરવામાં આવેલું હતું.
આ રથયાત્રાની શરૂઆત 12 મી એપ્રિલના રોજ લીરબાઈ માં ના જન્મ સ્થળ મોઢવાડા ગામ થી થઈ હતી જેનું સમાપન મે મહિનાની બીજી તારીખ ના રોજ માતાજીના સમાધિ સ્થળ રાણા કંડોરણા ગામે થશે આ રથયાત્રા યોજવા પાછળ મહેર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, સામાજિક ઉત્કર્ષ થાય, સમાજમાં અંધશ્રદ્ધા દૂર થાય તેમજ સમાજ વ્યસન મુક્ત બને તે હેતુ છે, આ રથયાત્રા નું ગામો ગામ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20220430-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *