કમિશનરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી, ગાંધીનગર દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના તમામ લોકો જેને કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦૦૦૦ સુધીની હોય તેવા લોકોની આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્યવસાય માટે ટ્રેક વાઈઝસાધન ઓજારનાસ્વરૂપમાં સહાય આપવામાં આવે છે.
યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી https://e-kutir.gujarat.gov.in પર તા.૧૫/૦૩/૨૦૨૨ થી તા.૧૫/૦૫/૨૦૨૨ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. સહાય મેળવવા માટેની અરજી ઓનલાઇન જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. અધુરી મળેલ અરજી દફતરે કરવામાં આવશે. અરજદારની ઉંમર જાહેરાત તારીખે ૧૬વર્ષથી ઓછી નહીં અને ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ. અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કેગુજરાત રાજ્યના અન્ય ખાતા, એજન્સી કે સંસ્થામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહીં.માનવ કલ્યાણ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિનેએક જ વાર મળવાપાત્ર છે.જિલ્લા કચેરીના અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્વારા જરૂરી જણાય તો ચકાસણી અર્થે ઓરિજનલ ડોક્યુમેન્ટસમાંગવામાં આવે ત્યારે બતાવવાના રહેશે.
જે તે વ્યવસાય માટેની સરકાર માન્ય તાલીમ લીધેલ હોય તેવા અરજદારોને અગ્રતા આપવામાં આવશે. માનવ કલ્યાણ યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો https://e-kutir.gujarat.gov.in પર દર્શાવેલ છે. જેના સંપૂર્ણ અભ્યાસ કરી અરજદારએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ વિશેષ માહિતી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીમાંથી પણ મળી શક્શે.આ યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગ, ગુજરાત રાજ્ય ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે તેમ જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.


