Gujarat

મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે ઇસમને બોટાદ જીલ્લામાંથી તડીપાર કરતી રાણપુર પોલીસ

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલા એ ગુન્હાહિત પ્રવુત્તિ સાથે સંકળાયેલ માથાભારે ઇસમો વિરૂધ્ધ તડીપાર દરખાસ્તો તૈયાર કરી મોકલી આપવાની સુચના આપેલ હોય જેથી વિભાગીય પોલીસ અધિકારી એસ.કે.ત્રિવેદી ના માર્ગદર્શન મુજબ રાણપુર પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાય રહે તે માટે મારામારી ના ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે ઇસમ રાજુભાઇ જેસાભાઇ સાટીયા ઉ.વ.૩૪ રહે.દેરડી તા.રાણપુર વાળાની વિરૂધ્ધ તડીપાર દરખાસ્ત તૈયાર કરી મે.સબ.ડીવીઝનલ મેજીસ્ટ્રેટ બરવાળા પ્રાંત, બરવાળાને મોકલી આપતા પૂજા આર.સાહ ની (GAS) શ્રી સબ.ડીવીઝનલ મેજીસ્ટ્રેટ બરવાળા પ્રાંત એ તા.૧૩/૫/૨૦૨૨ ના રોજ ઉપરોક્ત માથાભારે ઇસમને બોટાદ જીલ્લાની સમગ્ર હદમાંથી ૬ (છ) માસ માટે હદપારી કરવાનો હુકમ કરેલ હોય જેથી આ કામમાં રાણપુર પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ડી.રાણા તથા પોલીસ સ્ટાફના ASI નિકુંજભાઇ ગોરધનભાઇ ડાભી, HC અનિરુધ્ધસિંહ કિરતસિંહ ચુડાસમા, HC નરેન્દ્રસિંહ પ્રભાતસિંહ સોલંકી એ તા.૧૫/૫/૨૨ ના રોજ રાજુભાઇ જેસાભાઇ સાટીયા રહે.દેરડી વાળાને હુકમની બજવણી કરી કાયદેસરની કાર્યવાહી કરી સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના લોયા ગામ ખાતે મોકલી આપેલ છે…

IMG-20220516-WA0063.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *