Gujarat

માળીયા-હળવદ હાઈવે પર ટ્રેઈલર અને ઈનોવા કારનો અકસ્માત

મોરબી
હળવદ – માળીયા હાઇવે ઉપર એક ટ્રેઈલર અમદાવાદથી ઘઉંનો જથ્થો ભરી કચ્છ તરફ જઈ રહ્યું હતું. ત્યારે અચાનક જ દેવળીયા ગામના પાટિયા નજીક ટ્રેઈલર ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રેઈલર પલ્ટી મારી રોન્ગ સાઈડમાં ધસી ગયું હતું. બીજી તરફ ટ્રેઈલર રોન્ગ સાઈડમાં અચાનક ધસી આવતા સામેથી આવી રહેલી ઇનોવા કારનો ચાલાક હેબતાઈ ગયો હતો અને ટ્રેઈલર-ઇનોવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર સુનિલભાઈ નામના વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ હળવદ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. તેમજ આ અકસ્માતમાં ટ્રેઈલરમાં રહેલો ઘઉનો જથ્થો રોડ પર ધોળાઈ ગયો હતો.હળવદ-માળીયા હાઇવે ઉપર અમદાવાદથી ઘઉં ભરી કચ્છ તરફ જઈ રહેલું ટ્રેઈલર દેવળીયા ગામના પાટિયા નજીકે અચાનક ગોથું મારી ડિવાઈડર કૂદી ગયું હતું. આ દરમિયાન સામેથી આવતી એક કાર ટ્રેઈલર સાથે અથડાઈ હતી જેથી અકસ્માત થયો હતો. જેમાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *