Gujarat

માળીયા હાટીનાના ગડુ ખાતે પર્યાવરણ બચાવો કાર્યક્રમ યોજાયો

માળીયા હાટીના તાલુકાના ગડુ ખાતે મામલતદાર શ્રી ગોહિલની અધ્યક્ષતામાં પર્યાવરણ બચાવો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પર્યાવરણના જતન અને વૃક્ષ સંવર્ધનનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી મકવાણા પી.એસ.આઈ. શ્રી ક્ષત્રિય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમીરા ઓટોમોબાઇલ્સના સહયોગથી આયોજિત આ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શ્રી એચ. જે. લાખાએ મહેમાનોનું સ્વાગત અને આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *