Gujarat

મોરબીના લખધીરપુર રોડ પરની ફેકટરીમાં મધરાત્રીએ આગ ભભૂકી, અઢી કલાકે આગ કાબુમાં આવી

મોરબી
મોરબીથી વાંકાનેર હાઈવે સુધી ફેલાયેલ સિરામિક ઝોનમાં અનેક વખત આગના બનાવો બનતા રહે છે. જેમાં રાત્રીના સુમારે લખધીરપુર રોડ પર આવેલ સિરામિક ફેકટરીમાં આગ લાગી હતી. જેથી ફાયર ટીમે અઢી કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. મોરબીના લખધીરપુર રોડ પર આવેલ ઓપવેલ સિરામિક નામની ફેકટરીમાં સ્ક્રેપ મટીરીયલ્સમાં આગ લાગી હતી. રાત્રીના આગ લાગતા ફાયરની ટીમ દોડી ગઈ હતી. મોરબી ફાયર ફાયટરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગતા શ્રમિકોમાં નાસ ભાગ મચી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફેકટરીમાં આગના કારણે કોઈ જાનહાની થયાના અહેવાલો મળ્યા નથી. તો ફેકટરીમાં નુકશાની થવા પામી છે જાેકે ચોક્કસ નુકશાનીનો આંક હાલ જાણી શકાયો નથી.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *