ગિરગઢડા તા 10
ભરત ગંગદેવ
સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિબિંબ સમા પવિત્ર શ્રી રામધામ નુ વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી પાસે જાલીડા મુકામે વિશાળ સંકુલ નુ નિર્માણ કાર્ય શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી સહીત ના લોહાણા સમાજ ના અગ્રણીઓ ના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યુ છે ત્યારે તા.૧૦/૧૧/૧૨-૨-૨૦૨૨ દરમિયાન પ.પૂ. હરિચરણદાસજી ના આશિર્વાદ થી તેમના સાનિધ્ય મા શ્રી રામ મહાયજ્ઞ નુ અનેરૂ આયોજન કરવા મા આવેલ છે. તે ઉપરાંત તા. ૧૨-૨-૨૦૨૨ શનીવાર ના રોજ બપોરે ૧૧:૩૦ કલાકે સમસ્ત રઘુવંશી સમાજ ના મહાસંમેલન નુ આયોજન કરવા મા આવેલ છે. મોરબી ના દરેક રઘુવંશીઓ ને *શ્રી રામધામ* ખાતે ઉપસ્થિત રહેવા તેમજ આ ઐતિહાસિક કાર્યક્રમ મા સહભાગી બનવા લોહાણા મહાજન-મોરબી પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા શ્રી જલારામ સેવા મંડળ પ્રમુખ નિર્મિતભાઈ કક્કડ દ્વારા નમ્ર અપીલ સહ નિમંત્રણ પાઠવવા મા આવે છે.
*જય રામધામ*, *જય જલારામ*