Gujarat

મોરબી પુલ દુર્ઘટનાના દિવંગતોને છોટાઉદેપુર જિલ્લામાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા ​

ગત તા. ૩૦મીના રોજ મોરબી ખાતે ઝુલતો પુલ તુટી પડવાની ઘટનામાં દિવંગત થયેલા લોકોને છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર શોકસભાઓ યોજી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
​છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના વિડીયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહની ઉપસ્થિતિમાં મોરબીની કરૂણ ઘટનામાં મોતને ભેટેલા નાગરિકો માટે પ્રાર્થના સભા યોજી બે મિનીટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
​આ ઉપરાંત જિલ્લા સેવાસદન ખાતે આવેલી જિલ્લાની કક્ષાના વિવિધ વિભાગોની કચેરીઓમાં જિલ્લા પંચાયત કચેરી, તાલુકા કક્ષાએ આવેલી કચેરીઓમાં પણ મોરબી દર્ઘટનામાં જાન ગુમાવનાર લોકો માટે પ્રાર્થના સભા યોજી બે મીનીટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1667392983630_6993553060811609926.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *