ઊના – મોરબી બ્રિજ (ઝુલતા પુલ) દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના આત્માને ઇશ્વર શાંતિ અર્પે એવી પ્રાર્થના સાથે ઉના હોમગાર્ડ જવાનો દ્વારા શાહ એચ ડી હાઇસ્કુલ ખાતે તમામ સ્ટાફ તેમજ ધોકડવા ખાતે ગીતા ફાઉન્ડેશન દ્વારા હાથમાં મિણબતી પ્રગટાવી બે મીનીટ મોન પાળી ભાવભીની શ્રધ્ધાંજલી આપી હતી.
મોરબીના ગોજારી ઘટના ખૂબ જ દુઃખદ ઘટના જેમાં અનેક લોકોના ઘરે આવી પડેલ દુઃખ ને સાંત્વના તથા દિવ્યઆત્માને શાંતિ માટે શોક સભાનું આયોજન કરેલ જેમાં ઉના હોમગાર્ડ કામાંન્ડર કૈલેશભાઇ ભટ્ટ તથા તેમનો તમામ સ્ટાફ જવાનો તેમજ ધોકડવા ગામે ગીતા ફાઉન્ડેશ તેમજ સમસ્ત ગામ લોકો દ્વારા કેન્ડલ માર્ચ યોજાઇ તેમા જીલ્લા પંચાયત સદસ્ય ડાયાભાઇ જાલૌધરા, તાલુકા પંચાયત સદસ્ય દુલાભાઈ ગુજ્જર, ભીખાભાઈ કિડેચા, જીલ્લા ભાજપ મંત્રી વિસાલભાઈ વોરા, કાળુભાઇ કલસરિયા, પુર્વ સરપંચ હરેશભાઈ બલદાણીયા સહિત ગામ લોકો જોડાયા હતા.


