ભાજપ દ્વારા ૧૬૦ જેટલા ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે,ત્યારે પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી અનુસૂચિત જનજાતિ માટે રિઝર્વ એવી મોરવાહડફ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ફરી એકવાર નિમિષાબેન સુથારની પસંદગી કરવામાં આવી છે,નિમિષાબેન સુથારે મોરવાહડફ બેઠક પર વર્ષ ૨૦૧૩ અને ૨૦૨૧ની પેટા ચુંટણીમાં જીત મેળવી હતી,નિમિષાબેન સુથાર વર્તમાન ધારાસભ્ય તરીકે છે,તેઓ રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ વિભાગ મંત્રી પણ છે.જે મોરવાહડફ ગામના વતની છે. તેમણે ડિપ્લોમા ઈન ઇલેક્ટ્રીકલ એન્જીનીયર, પી.ટી.સી., કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ અને પોલિટિકલ સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો છે. મોરવાહડફ બેઠક પર ભાજપે ઉમેદવાર જાહેરાત કરી દીધી છે તો આ પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે, આ બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી ભાણાભાઈ ડામોર ઉમેદવાર જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સ્નેહલતાબેન ખાંટ છે,આમ કોંગ્રેસ અને ભાજપ પક્ષે મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે જ્યારે આમ આદમી પાર્ટીએ પુરૂષ ઉમેદવારને ટીકીટ આપી છે, જેથી મોરવાહડફ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે તેવી શક્યતાઓ વચ્ચે કોંગ્રેસ અને ભાજપના મહિલા ઉમેદવાર વચ્ચે રસાકસીનો જંગ જામશે તેવું કહી શકાય.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


