મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ એટલે ફાગવેલ ખાતે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજનું જન્મ સ્થળ જ્યાં દેવ દિવાળી નિમિત્તે બે દિવસનો ભવ્ય લોકમેળો યોજાય છે. આ લોકમેળામાં ગામે ગામથી દર્શનાર્થીઓ અને ભક્તો ઉમટી પડે છે. તેમાં મોટી સંખ્યામાં પગપાળા સંઘનો પણ સમાવેશ થાય છે. મોટાભાગે દક્ષિણ ગુજરાતમાંથી જેવા કે સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા અને આણંદ જિલ્લામાંથી દર્શનાર્થીઓ અહીં પગપાળા દર્શનાર્થે આવે છે. દેવ દિવાળીના પર્વે બે લાખથી વધુ દર્શનાર્થીઓ વીર ભાથીજી મહારાજ ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.


