Gujarat

યુએસની કોર્ટમાં પ્રેમ સ્વામી જૂથના ૩ કેસ રદ

વડોદરા
પ્રેમ સ્વામી જૂથે યુએસએ-ન્યૂજર્સી રાજ્યની ઉચ્ચતર કોર્ટમાં યોગી ડિવાઈન સોસાયટી વિરુદ્ધ પ્રેમસ્વામીને હરિપ્રસાદ સ્વામીજીના કહેવાતા વારસદાર ગણાવી ૩ કેસ દાખલ કર્યા હતા.પ્રબોધ સ્વામીના હરિભક્તોના જણાવ્યા અનુસાર, અમેરિકાના ન્યૂજર્સી રાજ્યની ઉચ્ચતર કોર્ટ દ્વારા ૩૦ ઓગસ્ટે બધા કેસ અને ફરિયાદોની બંને પક્ષના વકીલો દ્વારા થયેલી સુનાવણી બાદ કેસ અને ફરિયાદોને રદ કરી દીધી હતી. પ્રેમ સ્વામી જૂથે કરેલી માગો અયોગ્ય અને યુએસએના કાયદા વિરુદ્ધ હોવાથી, કોર્ટ જ્યુડિશિયરી દ્વારા કોઈ પક્ષપાત વગર માગોનો અસ્વીકાર કરાયો છે. પ્રબોધ સ્વામી જૂથના આક્ષેપ અનુસાર, અમેરિકાની કોર્ટે પ્રેમસ્વરૂપ સ્વામીને વારસદાર કે તેમની પ્રેસિડન્ટશિપની માન્યતાને રદ કરીને પ્રબોધ જીવન સ્વામી જ હરિપ્રસાદ સ્વામીજીના સાચા વારસદાર છે તે વાતને યથાવત રાખી હતી.અત્રે ઉલ્લેખનિય છે કે લાંબા સમયથી બન્ને જૂથો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેમાં સ્થાનિક કક્ષાએ પણ કોર્ટનો આશરો લેવામાં આવ્યો હતો જ્યારે સોખડાથી લઇ અમદાવાદ અને સુરત સહિત રાજ્યભરના તથા દેશભરના ભક્તો વિવાદથી વ્યથિત થયા હતા.અમેરિકાના ન્યૂજર્સીની ઉચ્ચતર કોર્ટમાં યોગી ડિવાઈન સોસાયટી-યુએસએ અંગે દાખલ કરવામાં આવેલા કેસમાં પ્રેમસ્વામી જૂથનો પરાજય થયો હોવાનું તેમજ પ્રબોધ સ્વામીને હરિપ્રસાદ સ્વામીના સાચા વારસદાર હોવાની વાત યથાવત્‌ રાખી હોવાનું પ્રબોધ સ્વામીના હરિભક્તોએ જણાવ્યું હતું. જ્યારે પ્રેમસ્વામી જૂથના સંતોએ આ અંગે વાત કરવાની ટાળી હતી.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *