Gujarat

યુક્રેનથી નવસારી આવેલ યુવકે કહ્યું ત્યાં પરિસ્થિતિ ખરાબ છે

નવસારી
રશિયા-યુક્રેન વચ્ચે તણાવભરી પરિસ્થિતિમાં ભારત સરકારે યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવાનો ર્નિણય લીધો છે. જેમાં પ્રથમ ફ્લાઈટમાં નવસારીના ધામણ ગામનો ઓમ પટેલ માદરે વતન આવતા તેની આંખોમાં ખુશીનાં આંસુ છલકાઈ ઉઠ્‌યા હતા. બે મહિનાથી બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે, ત્યાં લોકો બ્રેડના એક-એક ટુકડા માટે પણ તડપી રહ્યા છે. જ્યારે પિતાએ કહ્યું હતું કે, દીકરો ફોન કરીને વોરની વાત કરે ત્યારે રાત્રે ઊંઘ પણ આવતી ન હતી. યુક્રેન માટે ગયેલા છાત્રો પૈકી ઓમ પટેલ નવસારી, વીરેન્દ્ર ચતાવાલા (સુરત), દૃષ્ટિના વાળંદ (નવસારી), હિરેન આહીર (મોલધરા) સ્ટુડન્ટસ વીઝા પર તેમજ પાર્થ વાળંદ અને નીલ વાળંદ (રહે. બારડોલી) વર્ક વીઝા ઉપર ગયા હતા. ગ્રુપમાં સાથે રહેતા હોવાથી તમામ સુરક્ષિત હોવાનું ઓમ પટેલે જણાવ્યું હતું. પાંચ માસ પહેલા હું અભ્યાસ કરવા માટે યુક્રેન ગયો હતો. ભારત પરત ફરવા એમ્બેસીની ગાઈડલાઈન મુજબ ફોર્મ ભર્યું હતું.અન્ય દેશોના લોકો દરરોજ મુવ થઈ રહ્યા છે. સ્થાનિકોને કોઈ અસર નથી. બે દિવસ પહેલા એક ગાડીમાં બ્લાસ્ટ થયો હતો. હમણાં સુધીમાં બે મોટા હુમલા કરાયા છે. બ્રેડના ટુકડા માટે પણ લોકો તડપી રહ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે વોર થશે તેવી વાતો મારા દીકરાએ મને ફોન કરી જણાવ્યું હતું. વોરના વિચારોથી ઊંઘ આવતી ન હતી. એમ્બેસીએ સ્ટુડન્ટને દેશમાં મોકલવાની વ્યવસ્થા કરી હતી. મારો દીકરો સોમવારઘરે આવ્યો ત્યારે હર્ષના આંસુ છલકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *