વલસાડ
રશિયાએ યુક્રેન ઉપર ઉપર એર સ્ટાઈક કરી હતી. જેને લઈને યુક્રેનમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો. વિદ્યાર્થીઓ કોલેજની છાત્રાલયમાં બનાવેલી બંકરમાં છપાઈ રહ્યા હતા. વલસાડ જિલ્લાના ૬ જેટલા વિદ્યાર્થીઓ પણ પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. વલસાડ કબાટ રહેતા વિદ્યાર્થીઓના પરિવારના સભ્યોની પણ ઊંઘ ઊડી ગઈ હતી. જેમાં રશિયાએ ૨૪ ફેબ્યુઆરીના યુક્રેન ઉપર એર સ્ટ્રાઈક કરી અને જેને લઈને ભારત અને અન્ય દેશના યુક્રેનમાં એમબીબીએસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોટી ગયા હતા. જેની અસર વલસાડ જિલ્લાના ૬ જેટલા વિદ્યાર્થીઓ યુક્રેન હોવાથી પરિવારના સભ્યોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારના સભ્યોએ ભારત સરકારને પોતાના બાળકોના પરત દેશમાં લાવવા અપીલ કરી હતી. ભારત સરકારે ૪૮ કલાકમાં ભારતના વિદ્યાર્થીઓને વતન લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગતરોજ જિલ્લાના ૨ વિદ્યાર્થીઓ ઘરે પરત ફરતા વિદ્યાર્થીઓ અને પરિવારમાં ખુશીની લહેર જાેવા મળી હતી. વલસાડ રહેતા પરિવારના સભ્યોએ ભારત સરકારને પરિવારના સભ્યોએ ઘરના કુલદીપકને માદરે વતન પરત લાવવા વિનંતી કરી હતી. ગણતરીના કલાકોમાં ભારત સરકાર દ્વારા એમબીબીએસના વિદ્યાર્થીઓને વતન પરત લાવવા પ્રયાસ કર્યો હતો. પ્રથમ ફ્લાઇટ વતન પરત ફરી હતી. ૨૧૯ જેટલા એમબીબીએસના વિદ્યાર્થીઓને વતન પરત લાવવામાં આવ્યા હતા. વલસાડ ખાતે આવેળા કૃણાલ જાદવ વલસાડ પહોંચતા પિતા પુત્ર વચ્ચે લાગણી સભર દ્રશ્યો સર્જાય હતા. યુક્રેનથી પરત આવેલા દીકરાને વહાલ કરી દીકરાનું ભારતમાં અને ઘરમાં વેલકમ કર્યું હતું. યુકેનમાં સ્થિતિ સામાન્ય થાય બાદ કૃણાલે યુક્રેન પરત અભ્યાસ માટે જવાની તૈયારી દર્શાવી હતી. વલસાડ શેહેરમાં ધરમપુર ચોકડી પાસે કપરાડાના જાેગવેલ આશ્રમ ફળીયાના શિક્ષક દંપતિનો એક દીકરાને લેવા વલસાડના ધરમપુર ચોકડી ખાતે આખી રાત વિતાવી દીકરાની રાહ જાેઈ હતી. દીકરાની બસ મુંબઈથી વલસાડ આવે તે પહેલાં રસ્તામાં ખરાબ થઈ જતા વિદ્યાર્થી વલસાડને વલસાડ પહોંચતા મોડું થયું હતું.
