ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા કોળી સમાજના યુવા નેતા એવા રસિક ચાવડા(આર.સી.)ની યુવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેઓએ ઉચ્ચ અભ્યાસ કર્યો છે. સમાજમાં શિક્ષિત અને યુવા રાજનીતિના હિમાયતી છે. ઉના વિસ્તારમાં ખુબ સારું નામ ધરાવતા અને છેવાડાના લોકપ્રશ્નોને સતત જાગૃત રહી વાચા આપે છે. માછીમારોનો પ્રશ્ન હોય કે સરકારી હોસ્પિટલનો પ્રશ્ન કે છેવાડાના માનવીના લોક પ્રશ્ને તેઓ ગાંધીનગર, દિલ્હી સુધી રજુઆત કરી યોગ્ય પરિણામલક્ષી કામગીરી કરે છે.
ગાંધીનગરમાં ઠાકોર કોળી વિકાસ નિગમના પૂર્વ ઉપાધ્યક્ષના અંગત મદદનીશ તરીકેનો વહીવટી અનુભવ ધરાવે છે અને ગાંધીનગર તથા દિલ્હી સુધી રાજકીય સામાજિક ક્ષેત્રે અનેક લોકો અને નેતાઓ સાથે તેઓ જોડાયેલ છે. રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ તેઓ સારો ધરોબો ધરાવે છે, ત્યારે ઉના જેવા પછાત અને છેવાડાના તાલુકામાં યુવા નેતા તરીકે કામ કરી આ વિસ્તારમાં ખુબ સારી નામના મેળવી છે. હવે તેઓની પ્રદેશ લેવલે યુવા કોળી સમાજ ગુજરાતના પ્રમુખ તરીકે વરણી થઈ છે ત્યારે આગામી દિવસોમાં રસીક ચાવડા પ્રદેશ લેવલે કામ કરશે. ત્યારે વિસ્તારના યુવાનો આગામી સમયમાં રસિકભાઈ આ વિસ્તારનું નેતૃત્વ કરે તેવી લાગણી ધરાવે છે. રસીક ચાવડા એવું માને છે કે દર વખતે વિધાનસભાની કે અન્ય ચૂંટણીઓ આવે ત્યારે સમાજના નામે ચરી ખાતા નેતાઓ પોતાનો સ્વાર્થ પૂર્ણ કરવા સમાજનો ઉપયોગ કરે છે અને સ્વાર્થ પૂરો થતાં સમાજને ભૂલી પોતાના રાજકીય રોટલા શેકવા લાગે છે. સમાજના નામે મત મેળવી સમાજને ઠેંગો દેખાડતા નેતાની જગ્યાએ યુવા અને શિક્ષિત લોકોને રાજનીતિમાં તક મળવી જોઈએ


