સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શિયાળામાં પણ હવે ક્યારેક કોઈ આવારા વાદળો આકાશને ક્યારે ઘેરી લે તે નક્કી ન કહેવાય. આવા રખડતાં વાદળો સૂર્યને સંપૂર્ણ તો ઘેરી ન શકે પરંતુ સૂર્યના પ્રકાશને ઝાંખો તો ચોક્કસ પાડી શકે. એટલે પવન બદલાય એટલે ઋતુનું ચક્ર પણ અસ્પષ્ટ થઈ જાય જો કે હાલ ઠંડા પવનની લહેર શરૂ થઈ ગઈ છે એટલે ઠંડીની શરૂઆત થવાની નિશાની તો ગણાય.. આમ પણ હવે તો ઠંડી પણ પડવી જોઈએ.. આમ તો શિયાળાના ચાર માસ હોય છે, પરંતુ આ ગ્લોબલ વોર્મિંગ અને બદલતી હવામાનની પેટર્નમાં ઋતુઓ વિશે સ્પષ્ટ અંદાજ કે અભિપ્રાય બાંધવો પણ હવે ઘણો અઘરું કામ છે.. અકળ બનતી હવામાનની પેટર્ન ક્યારે ક્યું સ્વરૂપ ધારણ કરે તે માનવજગતની સમજથી પર થતી જાય છે.!!!