Gujarat

રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કોલ ગામે રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કિં.રૂ ૨૮,૪૧૬/- નો જથ્થો પકડી પાડી રંગપુર પોલીસ દ્વારા પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢવામા આવેલ છે.  

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર દ્વારા ગણેશોત્સવ તહેવારની ઉજવણી દરમ્યાના છોટાઉદેપુર જીલ્લામાં પ્રોહિ જુગારની અસામાજીક પ્રવૃતી ઉપર નજર રાખી સફળ કેસો કરવા અને અસામાજીક પ્રવ્રુત્તી સદંતર બંધ થાય તે હેતુસર અસરકારક કામગીરી કરવા સુચનાઓ આપવામા આવેલ હોઇ  એ.વી કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન તથા  એ.સી પરમાર સર્કલ પોલીસ ઇન્સપેક્ટર છોટાઉદેપુર નાઓએ દારૂબંધીની કડક અમલવારી કરી પ્રોહી જુગારના સફળ કેસો શોધી કાઢવા આપેલ સીધી સુચનાનુ પાલન કરી રંગપુર વિસ્તારના પ્રભાવિત વિસ્તારની માહીતી એકત્ર કરી સચોટ બાતમીતંત્ર ઉભું કરી ચોક્કસ બાતમી મેળવી પો.સ્ટે વિસ્તારના કોલ ગામે રેઇડ કરતા નિમેષભાઇ સેવલાભાઇ રાઠવા રહે. કોલ પટેલ ફળીયા તા.જી.છોટાઉદેપુર નાઓના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ ૯૬ કિ.રૂ ૨૮,૪૧૬/- ના પ્રોહી મુદામાલ સાથે આરોપીને પકડી પાડી રંગપુર પોલીસ દ્વારા પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢવામા આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220901_192212.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *