Gujarat

રવિ પાક ની MSP લોલીપોપ સમાન : તેજસ વાછાણી

ભારત સરકાર દ્વારા 18 સપ્ટેમ્બર ના રોજ કેબિનેટ મીટીંગ બાદ MSP ની જાહેરાત કરવા મા આવી અને કેન્દ્રીય મંત્રી દ્વારા કહેવાયુ કે MSP મા વધારો કરવા મા આવ્યો અને સ્વામીનાથન કમિટી ની સિફારિશ મુજબ ભાવ જાહેર કરવા મા આવ્યા છે. પરંતુ આજે સવાલ એ ઉભો થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો ને કહેલ વર્ષ 2022મા ખેડૂતો ની આવક બમણી થઈ જશે આજે ગુજરાત અને હિમાચલ પ્રદેશ મા ચૂંટણીઓ છે અને ખેડૂત ના મુખે ચર્ચા નો મુદ્દો છે કે શું ખરેખર આવક દબલ થઈ છે કે પછી એક ચૂંટણી જીતવા માટે નો ફાકો છે.
સરકારે 6 રવિ પાક ની MSP જાહેર કરી છે જેમા ઘઉં, જવ, ચણા, મસૂર, રાઇ સૂર્યમૂખી નો સમાવેશ થાય છે.
(પ્રતિ ક્વિન્ટલ) ટેબલ નંબર 1
ઉપરોક્ત આંકડાઓ સરકારી જ છે અને આંકડાઓ અનુસાર માત્ર ને માત્ર 3% થી 9% સુધી જ MSP મા વધારો કરવા મા આવ્યો છે આજે દેશ મોંઘવારી પહાડ જેવી અને આવક નાની છે. આજે ખેડૂત ના ખર્ચ મા 25% નો વધારો છે તેની સામે માત્ર છ નો વધારો કેટલો યોગ્ય ‘ આજે ખેતીકામ મા ઉપયોગી બધી વસ્તુઓ ના ભાવ આસમાને છે કીટકનાશક બે વર્ષ પહેલા 600 હતા આજે 800ર છે. ખાતર ના ભાવ માં 15 થી 1505 સુધી નો વધારો છે. અને ખાતર મે 25% થી 30% વધારો છે. ડિઝલ મા વધારો. આઠ વર્ષ પહેલા એક વિઘા ઘઉં ઉત્પાદન નો ખર્ચ 5000 હતો અને આજ ની તારીખે 150007 છે. આજે ખેડ, વાવણી ખાતર, દવા, મજૂરી લરણી, 15000 એક વિધા ના છે. ઉત્પાદન ની વાત કરીએ તો એક વિષે 4થી 5 ક્વિન્ટલ નુ ઉત્પાદન થાય છે. સરકારે જાહેર કરેલ MSP મૂજબ પાક નો ભાવ 11000 હજાર છે. આંકડાઓ અનુસાર જ ખેડૂત ને મૂળકિમત પણ નથી મળતી તો આવા મા નફા ની વાત તો બહુ દૂર રહી. આજે ખેડૂત ખેતી કરતા તો મજૂરી કામ મા વધુ કમાય છે. વર્ષ 2012-13 મા મજૂરી થી 32° (20717) ખેડૂતની આવક હતી. વર્ષ 2018-19 મા 40% (4063k) થઈ છે. પાક થી આવક વર્ષ 2012-13માં 3081ર હતી. જે વર્ષ 2018-19 માં 3798ર છે. પશુપાલન થી આવક વર્ષ 2012-13 મા 7635 હતી જે વર્ષ 2018-19 મા 15827 થઈ. આજ દર્શાવે છે કે ખેતી નો ખર્ચ વધે છે પરંતુ આવક નથી વધતી જે CACP કહે છે MSP મા 8.6% નો વધારો કરેલ છે. જ્યારે સરકારે જાહેર કરેલ MSP મા એ જોવા મળતુ જ નથી જ્યા સુધી ખેડૂત ના ખર્ચ કરતા વધારે ભાવ જાહેર નહી થાય ત્યા સુધી આનુ નિરાકરણ નહી આવી શકે. એક અભ્યાસ મુજબ વર્ષ 1970 મા ઘઉં નો એક ક્વિન્ટલ નો ભાવ 76ર હતા અને આજ મુજબ ભાવ જોઈએ તો માત્ર 2% નો વધારો છે જ્યારે સરકારી નોકરીયાત ની વાત કરીએ તો 150% નો વધારો છે. 2015 મા શાંતાકુમાર કમિટી રીપોર્ટ કહ્યુ કે દેશ ના માત્ર 6% ખેડૂતો ને જ MSP મળે છે. MSP માટે જે CACP નામ ની સંસ્થા છે. તેમા એક પણ ખેડૂત ની નોકરશાહ દિલ્લી ની સરકારી એરકન્ડિશન્ડ હવેલી મા બેસી ને ખેડૂત ના ભાવ નક્કી કરે છે કોઈ પણ જમીની હકીકત જોયા વગર આજે સૌથી મોટો સવાલ છે જે લોકોએ ખેતર નો સેઢો નથી જોયો એ ખેડૂત ના ભવિષ્ય ના નિર્ણય લે છે.
રવિ પાક મા સ્વામીનાથન કમિટી મૂજબ કિમંત ન લેવા થી ખેડૂતો ને વર્ષ 2023-24 આ મુજબ નુકસાન થાસે. આંકડાઓ નુ ટેબલ નંબર 2
(all figures are sourced from CACP report rabi season 2023-24) (તમામ આંકડાઓ CACP ના રવિ સીઝન ના વર્ષ 2023-24 ના છે.)
ઉપરાંત આંકડાઓ જ બોલી રહ્યાં છે કે ખેડૂતો ને સ્વામીનાથન કમિટી મૂજબ કિંમત ન મળતા કેટલી મોટી ખોટ જાય છે. હાલ મા CACP કહો કે સરકાર દ્વારા જે MSP આપવા મા આવે છે 3–50% મૂજબ નથી એ A211 મુજબ છે. શુ ભારત સરકાર ખેડૂતો ને મૂર્ખ સમજે છે કે તેમને કંઇ ખબર નઇ પડે. આ ખેડૂતો ને જાણવુ ખૂબ જ જરૂરિ છે કે C2+50% શુ છે અને A2FL શુ છે.
A2 આમાં ખાતર, બળતણ, મશીનરી, સિંચાઈ વગેરે માટેની લોન અને જમીન ભાડે આપવાના
ખર્ચ સહિત ખેડૂતો દ્વારા કરવામાં આવતા ખિસ્સા બહારના ખર્ચ છે.
A2+FL: આમાં પાક લણણી માટે વેતન મજૂરીનું અંદાજિત મૂલ્ય છે જેમ કે કુટુંબના સભ્યો અને
અન્ય લોકોનું યોગદાન તે ચૂકવેલ ખર્ચ ઉપરાંત છે.
2 વ્યાપક ખર્ચ (C2) એ ઉત્પાદનની વાસ્તવિક કિંમત છે કારણ કે તે A2+FL દર ઉપરાંત ખેડૂતોની માલિકીની જમીન અને મશીનરી પરના ભાડા અને વ્યાજને ધ્યાનમાં લે છે. સીધી ભાષા મા બોલીયે તો A2+FL મા જમીન ની માલિકી નુ ભાડુ, વ્યાજ નથી ગણવા મા આવતુ જ્યારે 2 મા જમીન ના ભાડા થી ખેડૂત પરીવાર ની મજૂરી સુધી નુ બધુ ગણાવાય છે તો ખેડૂતો ની માગ છે કે C2+50% એટલે કે બધુ ગણી ને તેના પર 50% વધારો કરી ને MSP આપવા મા આવે પરંતુ સરકાર ચાલાકી થી ટેક્નિકલ ભાષા નો પ્રયોગ કરી ને ખેડૂતો ને છેતરવા ના પ્રયાસો કરે છે.
આજે 2022 પૂર્ણ થવા મા ગણતરી ના મહિનાઓ બાકી છે ત્યારે ગુજરાત અને દેશ નો ખેડૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને સવાલ પુછી રહ્યો છે કે આવક ક્યારે બમણી થશે ? 2006 મા નરેન્દ્ર મોદી MSP ને કાયદાકીય જોગવાઈ કરવા ના પક્ષ મા હતા અને તે સમયે કેન્દ્ર સરકાર ને વારંવાર પત્ર લખતા તો આજે 8 વર્ષ થી પોતે સરકાર મા છે તો હવે MSP પર કાયદો કેમ નથી લાવતા ? આજે ખેડૂત મૂંઝવણ મા છે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી MSP પર સાચા હતા કે આજ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાચા છે ?
રિપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20221103-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *