રાજકોટ
રાજકોટના કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસે આશરે ૫૦ વર્ષના અજાણ્યા આધેડ ઇજાગ્રસ્તક હાલતમાં પડયો હોવાની કોઇએ જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઈ પી.જી. રાદડિયા તથા રાઇટર જયદીપભાઇ લાઠિયાએ સ્થડળ પર પહોંચી આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિથટલમાં ખસેડ્યો હતો. મૃતક અજાણ્યાડ આધેડને માથા તથા પેટના ભાગે ઇજા જાેવા મળતા કોઇ અજાણ્યાિ વાહનની ઠોકરે તેનું મૃત્યુથ નીપજ્યુ હોવાની પોલીસે શંકા વ્યગક્ત કરી છે. તેણે સફેદ શર્ટ અને સફેદ પેન્ટ્ પહેરેલું છે. પોલીસે આસપાસ તપાસ કરતા તે રખડતું ભટકતુ જીવન ગાળતો હોવાનું સામે આવ્યું છે. જાે કોઇ આ આધેડના સગા સંબંધી હોય તો કુવાડવા રોડ પોલીસ સ્ટેોશન ફોન નં.૯૫૩૭૮૨૪૯૩૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. ગોંડલ તાલુકાના ચોરડી ગામે રહેતા રઘુવીરસિંહ અનોપસિંહ ઝાલા(ઉં.વ ૫૩) નામના પ્રૌઢ ૨૧ માર્ચના રોજ સવારના સમયે ગામમાં આવેલી ડેરીએ ગયા હતા. ત્યાંથી પરત બાઈક લઈને પોતાના ઘરે આવી રહ્યા હતા. દરમિયાન ડિવાઈડર પાસેની ગોળાઈએ ઈનોવા કાર નંબર જીજે-૩-એલબી ૫૦૨૨ના ચાલકે બાઇકને હડફેટે લેતાં પ્રૌઢ રોડ પર પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ વાહન રેઢું મૂકી ચાલક નાસી ગયો હતો. અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવતા અહીં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રાજકોટના કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર નજીક અજાણ્યા વાહનચાલકે અજાણ્યા. આધેડને હડફેટે લઇ નાસી જતા કુવાડવા રોડ પોલીસે મૃતદેહને પોસ્ટ્મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.


