Gujarat

રાજકોટના શાપર વેરાવળમાંથી ફેકટરી માલિકના દિકરાનું અપહરણ કરી, પંદર કરોડની ખંડણી માંગનાર અપહરણકર્તાઓને ગણતરીની કલાકોમાં પકડી પાડી, અપહ્યત વ્યક્તિને સહી-સલામત છોડાવતી અમરેલી જિલ્લા પોલીસ

ફરિયાદની વિગતઃ
ગઇ કાલ તા.૧૪/૦૮/૨૦૧૨ ના કલાક ૧૧/૩૦ વાગ્યે રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ખાતેથી કમલ એન્ટપ્રાઇઝ નામની ફેકટરીના માલીક શબ્બીરભાઇ ફજલેઅબ્બાસ તેલવાલાના દિકરા અદનાન ઉ.વ.રપ વાળાનું અપહરણ કરવા પુર્વયોજીત કાવતરૂ રચી. આરોપી નઇમ તથા અમીન નામના તથા તેની સાથેના બીજા અજાણ્યા આરોપીઓએ અદનાનનું અપહરણ કરી, તેને છોડી મુકવા પંદર કરોડ રૂપિયાની માંગણી કરી, રૂપિયા નહી આપે તો અદનાનને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય, જે અંગે અદનાનના પિતા શબ્બીરભાઇ ફજલેઅબ્બાસ તેલવાલા, ઉ.વ.૫૩, રહે.રાજકોટ, કસ્તુરબા રોડ, ધ ગ્રાન્ડ ઠાકર હોટલ પાછળ વાળાએ ફરીયાદ જાહેર કરતા રાજકોટ ગ્રામ્ય, શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૧૩૦૯૧૨૨૦૭૧૧/૨૦૨૨. ઇ.પી.કો. કલમ ૩૬૪એ, ૧૨૦બી મુજબ ગુનો દાખલ થયેલ.
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઉપરોકત ગંભિર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અમરેલી જિલ્લાના રાજુલાના રહેવાસી હોવાનું અને રાજકોટના સરહદી જિલ્લાઓને આરોપીઓની તપાસમાં મદદ કરવા જણાવેલ હોય, જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ઉપરોકત ગભિર બનાવ સબધે
અપહરણકર્તાઓ તથા અપહ્યત વ્યકિત બાબતે તપાસમાં રહેવા ભાવનગર રેન્જના જિલ્લાઓને સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં આરોપીઓની તપાસ કરવા, તેમજ અપહ્યત વ્યક્તિને સહી-સલામત છોડાવવા ખાસ સુચના અને માર્ગદર્શન આપી, રેપીડ એક્શન પ્લાન તૈયાર કરેલ હોય જેમાં શ્રી કે. જે. ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક, સાવરકુંડલા વિભાગ નાઓની અધ્યક્ષતામાં અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા અમરેલી એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ.શ્રી પી.બી. લક્ક તથા રાજુલા પો.ઇન્સ. શ્રી એ. એમ. દેસાઇ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી./એસ.ઓ.જી. તથા રાજુલા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ અને અપહ્યત વ્યક્તિ અંગે સઘન તપાસ હાથ ધરી, અપહરણકારોને ગુન્હામાં વપરાયેલ ફોરવ્હીલ કાર સાથે સાવરકુંડલા – રાજુલા હાઇવે રોડ ઉપરથી પકડી પાડી, અપહરણ થયેલ વ્યક્તિને સહી સલામત છોડાવેલ છે. આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય, ગોંડલ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઝાલા સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પો.સ.ઇ. શ્રી રાણા તથા શાપર વેરાવળ પો.સ્ટે. પો.સ.ઇ. શ્રી ગોહિલ પણ જોડાયેલ હતા.
પકડાયેલ આરોપી
(૧) નઇમ ઉસ્માનભાઇ કનોજીયા, ઉ.વ.ર૪, રહે.રાજુલા, ગાયત્રી મંદિર પાસે, કુંભારવાડા, તા.રાજુલા, જિ.અમરેલી (૨) અમીન રસુલભાઇ મધરા, ઉ.વ ૨૬, રહે.રાજુલા, તવક્કલનગર, તા.રાજુલા, જિ.અમરેલી (૩) અબ્દુલ તપાસીભાઇ બુકેરા, ઉ.વ.ર૪, રહે. રાજુલા, તવક્તનગર, તા,રાજુલા, જિ.અમરેલી, (૪) હમીદભાઇ કાદરભાઇ જાખરા, ઉ.વ.૨૫, રહે.રાજુલા, કુંભારવાડા, તા.રાજુલા, જિ.અમરેલી,
અમરેલી જિલ્લા પોલીસે ભોગ બનનાર અદનાન શબ્બીરભાઇ તેલવાલાને શોધી કાઢી, તેમને સહી સલામત છોડાવેલ છે, અને ઉપરોક્ત આરોપીઓને પકડી પાડી, રાજકોટ ગ્રામ્ય પોલીસને સોંપી આપેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી કે. જે. ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક, સાવરકુંડલા વિભાગ તથા અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા અમરેલી એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ.શ્રી પી.બી. લક્કડ તથા રાજુલા પો.ઇન્સ. શ્રી એ. એમ દેસાઇ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220815-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *