Gujarat

રાજકોટમાં અમદાવાદના શખ્સે ઓટો બ્રોકર ૧.૯૦ લાખની ઠગાઇ કરી

રાજકોટ
રાજકોટમાં કાર લે-વેચનો ધંધો કરતાં યુવકનો ફોન પર સંપર્ક કરી અમદાવાદના શખ્સે એક કારનો સોદો કરી બારોબાર કાર બતાવી કાર નહીં આપી રૂ.૧.૯૦ લાખની છેતરપિંડી આચરી હતી. શહેરના રામેશ્વર ચોકમાં રહેતા અને વિજય પ્લોટમાં મિલન મોટર્સ નામે કાર લે-વેચનો વેપાર કરતાં ડેનિલ મિલનભાઇ કોટેચાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદના કાર લે-વેચનું કામ કરતા પીયૂષ પટેલનું નામ આપ્યું હતું. ડેનિલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.૧૭ નવેમ્બરના તેના મોબાઇલ પર અમદાવાદના પીયૂષ પટેલનો ફોન આવ્યો હતો પીયૂષે જૂની કાર લે-વેચનું કામ કરતો હોવાનું કહી એક આઇ-૨૦ કાર વેચવાની છે તેમ કહી તે કારના ફોટા ડેનિલને મોકલ્યા હતા, જે જાેઇને ડેનિલે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ પાસે ઇશાન મોટર્સ નામે કાર લે-વેચનું કામ કરતાં તેના મિત્ર હરિશભાઇને કાર બતાવી આવવાનું કહ્યું હતું. પીયૂષ પટેલે પોતે બહારગામ હોય કારમાલિકને કાર સાથે મોકલું છું તેવી વાત કરી હરિશભાઇ પાસે કાર લઇને કારમાલિક ત્યાં પહોંચ્યા હતા, હરિશભાઇએ કાર જાેઇને કારના કાગળ સહિતના તમામ દસ્તાવેજાે બરાબર હોવાની વાત ફોનથી ડેનિલ સાથે કરી હતી, અને ડેનિલે પીયૂષ પટેલ સાથે કારનો રૂ.૨.૧૦ લાખમાં સોદો નક્કી કર્યો હતો. પીયૂષે રૂ.૨૦ હજાર કારમાલિકના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા તેમજ બાકીના રૂ.૧.૯૦ લાખનું આંગડિયું કરવાનું કહેતા ડેનિલે રૂ.૨૦ હજાર બેંક એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા અને પીયૂષ પટેલને રૂ.૧.૯૦ લાખનું હિંમતનગર આંગડિયું કરી દીધું હતું. તમામ રકમ ચૂકવાઇ ગયાની કલાક પછી પણ પીયૂષ પટેલે બાકીના રૂ.૧.૯૦ લાખ કારમાલિકને નહીં આપતા પીયૂષ પટેલ છેતરપિંડી કરી રહ્યાનું લાગતા કારમાલિકે રૂ.૨૦ હજાર પરત આપી કાર લઇને જતા રહ્યા હતા જ્યારે પીયૂષ પટેલે કાર અને રૂ.૧.૯૦ લાખ બાબતે ગોળગોળ વાતો કરી હતી. પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *