રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા આવાસના હપ્તાની વસૂલાત માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ચાર મહિનામાં આવાસ યોજના વિભાગ દ્વારા આવાસોના હપ્તા પેટે રૂ. ૬૧.૭૫ કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં ૩૧,૦૦૦થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, બીએસયુપી – ૧,૨,૩, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, ૩૦૧૨, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે. આવાસ યોજના વિભાગ દ્વારા તા.ગઇકાલે એક જ દિવસમાં ૧.૨૨ કરોડની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ. જ્યારે છેલ્લા ૧૨ દિવસ સુધીમાં ૭.૧૦ કરોડની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે. અને છેલ્લા ચાર મહિનામાં ૬૧.૭૫ કરોડની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવી છે. હાલમાં જ નિયત હપ્તા, નિયત મુદતમાં ન ભરપાઈ કરનાર જીએચટીસી-આઈ (લાઈટ હાઉસ) પ્રોજેક્ટના ૩૨૭ લાભાર્થીઓને તેમજ એમઆઈજી (વિમલનગર અને ભીમનગર) સાઈટના ૧૩૦ લાભાર્થીઓને નોટીસ આપવામાં આવેલી છે અને હપ્તા ભરપાઈ કરવા સૂચના આપવામાં આવી છે. આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી દેશભરમાં અમૃત મહોત્સવ અંતર્ગત કરવામાં આવી રહી છે જેમાં દરેક દેશવાસીઓ સહભાગી બની રહ્યા છે. રાજકોટના કુવાડવા રોડ પર આવેલ ઓમ કોલેજ દ્વારા પણ અનોખી ઉજવણી કરવા ર્નિણય કરાયો છે. જેમાં કોલેજ સંચાલકોએ જીવ જાેખમમાં મુકીને દેશ અને પ્રજાની સરહદ ઉપર રક્ષા કરતા સૈનિકો અને શહિદોના સંતાનોને તેમજ લોકશાહીના ચોથા આધારસ્તંભ એવા તમામ ક્ષેત્રના પત્રકારોના સંતાનોને સરકાર દ્વારા મંજુર થયેલ ફીમાં ૫૦% સ્કોલરશીપ કાયમ માટે ગમે તે કોર્સમાં એડમિશન લે તે વિદ્યાર્થીઓને આપવા ર્નિણય કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને સંતકબીર રોડ, પેડક રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૧૬ દુકાનોમાં ચકાસણી દરમિયાન વેંચાણ થતી દૂધ, દુધની બનાવટ, ફરાળી પેટીસ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૧૪ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં રાધેશ્યામ ડેરી ફાર્મ, શ્રીનાથજી ફરસાણ માર્ટ, ન્યુ ભારત સ્વીટ માર્ટ, જય જલારામ સ્વીટ શ્ નમકીન, વરિયા ફરસાણ, માટેલ ફૂડ ઝોન, પ્રભાત ડેરી ફાર્મ, શ્રી રામ ડેરી ફાર્મ, પટેલ વિજય ડેરી ફાર્મ, શ્યામ ડેરી ફાર્મ, શંકર વિજય ડેરી ફાર્મ, શ્યામ સ્વીટ, ભગીરથ ફરસાણ શ્ સ્વીટ, મોમાઈ ડેરી ફાર્મ, જનતા તાવડો અને ચામુંડા ફરસાણની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. જયારે ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ દર્શાવેલ વિગતો મુજબ રાધિકા ડેરી ફાર્મ રેલનગર મેઈન રોડ પરથી કાજુ કતરી (લુઝ) અને જય ખોડિયાર ડેરી ફાર્મ, સૈનિક સોસાયટી પરથી ચોકલેટ પેંડા (લુઝ) નમૂના લેવામાં આવ્યા છે.
