રાજકોટ
રાજકોટમાં રૈયાનાકા ટાવર પાસે રહેતા જય અતુલગીરી ગોસ્વામી નામના યુવકે સાંજે તેના ઘરે અગાશી પર ચાદરને પંખાના હૂક સાથે બાંધી ફાંસો ખાઇ લીધો હતો, પરિવારજનોએ તેને નીચે ઉતારી હોસ્પિટલે ખસેડ્યો હતો પરંતુ તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. જય એટીએમમાં પૈસા નાખવાનું કામ કરતી સિક્યોર વેલ્યુ નામની એજન્સીમાં કામ કરતો હતો, તા.૧૫ના જય સહિતનો સ્ટાફ જસદણ ગયો હતો અને એટીએમમાં રૂ.૨૨ લાખ નાખ્યા હતા, ત્યારબાદ એટીએમમાંથી રૂ.૧૭ લાખની ચોરી થતાં જસદણ પીઆઇ રાણા સહિતના સ્ટાફે બોલાવતા જય અને તેના પિતા અતુલગીરી સહિતના લોકો જસદણ પોલીસ સ્ટેશને ગયા હતા. જયને એક કિડની હોવાની વાત કરવા છતાં પીઆઇ રાણા સહિતનો સ્ટાફ તેના પર ચડીને ખૂંદવા લાગ્યા હતા, ચોરી કબૂલી લેવા માટે જયને અસહ્ય માર માર્યો હતો. આજે સોમવારે જય રાજકોટમાં આવેલી એજન્સીની ઓફિસે ગયો હતો ત્યાં મેનેજર રવિન્દ્ર સહિતના સ્ટાફે કલાકો તેને બેસાડી રાખી ટોર્ચર કર્યો હતો, બપોરે ઘરે આવ્યા બાદ સાંજે જયે અંતિમ પગલું ભરી લીધું હતું.


