Gujarat

રાજકોટમાં એક યુવાન પર ૩ ઈસ્મો દ્વારા હુમલો કરાતા આંગળી કપાઈ

રાજકોટ
રંગીલુ રાજકોટ હવે લોહીથી રંગાઈ રહ્યું છે જયાં જાેવો ત્યાં હત્યા, હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે જેતપુરના ખારચિયાના અને હાલ રાજકોટના મોટામવા પાસે પેન્ટાગોન એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલભાઇ પ્રવિણભાઇ સેંજલીયા પર પિતા અને તેના બે પુત્રએ હુમલો કર્યો હતો. મેહુલભાઈ પોતાના જેતપુરના ખારચીયા ગામે પોતાની વાડીએ જતા હતા ત્યારે ત્રણેયે લાકડી અને લોખંડની વસ્તુઓ સાથે હુમલો કર્યો હતો. જેમાં મેહુલભાઈની એક આંગળીનું ટેરવું કપાય ગયું હતું. આથી મેહુલભાઈએ આ ત્રણેય વિરૂદ્ધ જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે. હું મારૂ એક્ટિવા લઇને અમારા ખારચીયા ગામની મારી વાડીએ જતો હતો ત્યારે મારી વાડીની બાજુમાં મારા મોટા બાપુની વાડીએ રહેતા મજૂરનું બાઇક રસ્તામાં પડ્યું હતું. આથી મેં તેઓને કહ્યું કે તમે બાઇક શું કામ રસ્તામાં રાખો છો? ત્યાં જ વાડીએ હાજર છગન કાબા રાઠોડ, તેના બે દીકરા વિપુલ અને જનકે મારી સાથે બોલાચાલી કરી હતી. બાદમાં ઉશ્કેરાયને ત્રણેય મને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યા હતા. મેં ગાળો દેવાની ના પાડતા છગને લાકડીનો ઘા મારા ડાબા પગના સાથળમાં મારી દીધો હતો.તેમજ જનકે લાકડીથી મને ડાબા પગના સાથળમાં માર માર્યો હતો. આ ઉપરાંત ત્યાં ખેતી કામમાં ઉપયોગમાં લેવાતી લોખંડની હાથાવાળી આગળ અણીવાળી ખુરપી હતી તે લઇને વિપુલ મને મારવા દોડ્યો હતો. મેં વચ્ચે હાથ નાખતા મને હાથની બીજા નંબરની આંગળીનુ ટેરવું કપાઇ ગયું હતું અને ત્રીજા નંબરની આંગળીમાં પણ વગ્યું હતું. બીજાે ઘા ઝીંક્યો તો મને જમણા હાથની પ્રથમ આંગળીમાં ઇજા થઇ હતી અને અવાજ થતા મારી વાડીએથી મારા ભાઇ જીજ્ઞેશભાઇ તથા મારા જીજાજી અશોકભાઇ વસોયા બન્ને આવ્યા હતા અને મને હોસ્પિટલ ખસેડ્યો હતો. બાદમાં આ અંગે જેતપુર પોલીસ મથકમાં છગન કાબા રાઠોડ, વિપુલ છગન રાઠોડ અને જનક છગનનું સામે ફરિયાદ નોંધાવી હતી. ગોંડલના દેવચડીમાં રામદાસભાઈ મનસુખદાસ નિમાવત (ઉ.વ.૫૫) પોતાની માલીકીની ત્રણ વિઘા જમીન આવેલી છે અને ખેતીકામ કરે છે. ચોમાસાની સીઝન નજીક આવતા વાવણીની તૈયારીમાં જાેતરાયેલા ખેડૂત સેઢો સાફ કરવા માટે બાજુના ખેડુત જયસુખભાઈના ખેતરનું પાણી રામદાસભાઈના ખેતરમાં આવતુ હોઈ જે બાબતે તારૂ પાણી મારા ખેતરમાં આવે છે અને મારો સેઢો ધોવાઈ જાય છે તેવું કહેતા ઉશ્કેરાયેલા સેઢા પડોશીએ ઝઘડો કરી લોખંડના પાઈપથી હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવારમાં રાજકોટ સિવિલે ખસેડાયા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *