Gujarat

રાજકોટમાં કાર સાથે એક વ્યક્તિની ૪૦ લાખની રોકડ રકમ સાથે અટકાયત

રાજકોટ
વિધાનસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ પડી ગઈ છે. ચૂંટણીને લઈ પ્રચાર પ્રસારની કામગીરી જાેરશોરથી ચાલી રહી છે તો બીજી તરફ નાણાકીય હેરફેર મામલે તંત્ર પણ સાબદુ બની ગયું છે. આજે રાજકોટના દક્ષિણ વિસ્તારમાં ૪૦ લાખની રોકડ સાથે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. શહેરના ઢેબર રોડ પર જસાણી સ્કૂલ પાસે ફોર્ચ્યુનર કાર સાથે એક વ્યક્તિને તપાસ ટીમે અટકાવ્યો હતો. નાણાકીય હેરફેર મામલે ટીમના ચેકિંગ દરમિયાન ૪૦ લાખની રોકડ સાથે એક વ્યક્તિની અટકાયત કરાઇ છે. હાલ તો ઇન્કમટેક્સ વિભાગની ટીમ દોડી ગઈ છે અને નાણાકીય બાબતે કાગળો મગાવવામાં આવ્યા છે. આ અંગે રાજકોટના ડીડીઓએ પ્રાથમિક માહિતી આપી છે. ફોર્ચ્યુનર કારમાં ૪૦ લાખની રોકડ સાથે પસાર થતા વ્યક્તિને અટકાવવામાં આવ્યો હતો. ચેકિંગમાં રહેલી ટીમે તપાસ કરી તો આ વ્યક્તિની ફોર્ચ્યુનરમાંથી ૪૦ લાખની રોકડ મળી હતી. આથી તેને અટકાવ્યો હતો. આ વ્યક્તિ કોઈ કારખાનાનો માલિક હોવાનું જાણવા મળ્યું છે. જાણ થતા જ ઇન્કમટેક્સ વિભાગ, મામલતદાર, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે અને તપાસ હાથ ધરી છે. હજુ ગત શનિવારે રાજકોટના રેલવે સ્ટેશન ખાતેથી રૂ.૧.૩૫ કરોડનું સોનુ ઝડપાયું હતું. રેલવે એસઓજી અને આઇટી વિભાગની ખાસ સ્ક્વોડે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આંગડિયા પેઢી મારફત ટ્રેનમાં મુંબઈથી સોનાના ૨૧ બિસ્કિટ અને ૩૦૦ ગ્રામ ઘરેણા આવતા હોવાની બાતમીના વોચ ગોઠવાઈ હતી અને ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આઇટી વિભાગે ખાસ સ્ક્વોડની રચના કરી છે. જે સ્ક્વોડ ચૂંટણીના અનુસંધાને હાલમાં આંગડિયા પેઢીમાં સોના-રોકડની થતી હેરફેર પર નજર રાખી રહી છે. ગત શનિવારે રાજકોટ રેલવે સ્ટેશન પર ઓખા-મુંબઈ ટ્રેનમાં સોનાનો મોટો જથ્થો મુંબઈથી રાજકોટ આવી રહ્યો હતો, આ જથ્થો આંગડિયા પેઢી મારફત સ્થાનિક વેપારીને પહોંચાડવાનો હતો તેવી હકિકત સ્ક્વોડને મળી હતી. આથી રેલવે સ્ટેશન પર રેલવે ર્જીંય્ સાથે વોચ ગોઠવી હતી. સોનુ મળતા જ તે કબ્જે કરી લેવાયું હતું. તપાસ કરતા મુંબઈની લક્ષ્મીનારાયણ આંગડિયા પેઢી મારફત સોનુ મોકલવામાં આવ્યું હતું. રાજકોટના સ્થાનિક વેપારીને સોનુ પહોંચાડવાનું હતું. તેઓને પહોંચે તે પહેલાં જ જપ્ત કરાયું હતું. જેને લઈ સોની બજારમાં ચર્ચા ઉઠી હતી. ટ્રેનમાં ત્રણ પાર્સલ હતા જેમાં એકમાં સોનુ, એકમાં ચાંદી અને એકમાં રોકડ રકમ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *