રાજકોટ
દેશભરમાં પ્રથમવાર રાજકોટવાસીઓને મહાનગરપાલિકા તમામ પ્રકારની સેવાઓ વોટ્સએપના માધ્યમથી ઉપલબ્ધ થાય તે માટે મનપા ઓન વોટ્સએપ સેવાનો પ્રારંભ ગુજરાત સરકારના કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યો છે. હવેથી ૯૫૧૨૩ ૦૧૯૭૩, આ વ્હોટ્સએપ નંબર ઉપર રાજકોટવાસીઓને પ્રોપર્ટી ટેક્સ, વોટર ચાર્જીસ, પ્રોફેશનલ્સ ટેક્સ અને જન્મ-મરણના પ્રમાણપત્ર સહીતની ૧૭૫ સેવાઓ વ્હોટ્સએપના માધ્યમથી મળવા લાગશે. વ્હોટ્સએપ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો પ્રથમ તબક્કામાં અલગ-અલગ સેવાઓ શરૂ કરાયા બાદ ક્રમ અનુસાર આ પ્લેટફોર્મમાં મોટાભાગની સર્વિસને આવરી લેવામાં આવશે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમય અને આધુનિક ટેકનોલોજી સાથે તાલ મીલાવી શહેરીજનોને ઝડપી અને પારદર્શક સેવાઓ મળી રહે તે માટે ઇ-ગવર્નન્સના પ્રોજેકટ હેઠળ મહાનગરપાલિકા દ્વારા વ્હોટ્સએપ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો બેડી માર્કેટ યાર્ડ ખાતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને અને વાહન વ્યવહાર રાજય મંત્રી અરવિંદ રૈયાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ મેળામાં રાજકોટ જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ૧.૨૬ લાખ લાભાર્થીને રૂ.૪૪૫ કરોડના લાભો મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા. ગરીબોને શ્રેષ્ઠ – ગુણવત્તાયુક્ત વસ્તુ કે કીટ મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આમ રાજ્ય સરકારની યોજનાએ માત્ર કાગળ ઉપરની યોજના નથી પરંતુ ગરીબોના જીવનમાં સૂર્યોદય લાવવાનું કામ સરકાર કરી રહી છે. આ મેળા થકી લાખો લોકોને સિલાઈ મશીન, કડિયા કામની કીટ, મકાનની સહાય, દીકરીને સાયકલ સહિતની કીટ ગરીબોને એક જ સ્થળેથી સહાય મળી રહી છે. ગુજરાતમાં સૌથી મોટો ગરીબ કલ્યાણ મેળો રાજકોટમાં આ વખતે થયો ર્છ આ સાથે વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા લોકોની સુખાકારી વધે, ગરીબ લોકો સમૃદ્ધ બને તે માટે ગરીબ કલ્યાણ મેળા યોજાઇ રહ્યા છે. ગામડાંના લોકોને શહેર જેવી સુવિધા મળે તે માટે સરકારશ્રી દ્વારા વિકાસ કામો થઈ રહ્યા છે. છેવાડાના માનવીની સમસ્યાનું નિરાકરણ કરવા સતત પ્રયત્નશીલ છે.
