રાજકોટ
રાજકોટમાં પરિણીતાને દીકરી જન્મતા પતિ સહિતનાસાસુ-સસરાએ માનસિક ત્રાસ આપ્યાની વિગતો સામે આવી છે. જેમાં સસરા પરિણીતાને ‘આ તે છઠ્ઠી દીકરી આપી..તારે છુટાછેડા લઇ લેવા જાેઈએ’ કહીને માનસિક ત્રાસ આપતા હતા. જેથી મૂળ રાજકોટની અને જામનગર સાસરું ધરાવતી પરિણીતાએ પતિ ભાવેશ દામજી ત્રાડા, સસરા દામજી કુરજીભાઈ ત્રાડા અને સાસુ હેમબેન વિરુદ્ધ રાજકોટ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, મારા લગ્ન ૨૦૧૦માં થયા હતા. મારા સાસુ-સસરા જામનગરના ખીજડીયા ગામમાં રહે છે. લગ્ન બાદ મારા પતિ કોઈ કામ ધંધો ન કરતા હોવાથી મેં રાજકોટમાં આવીને ખાનગી સ્કૂલમાં નોકરી કરવાનું શરુ કરી દીધું હતું. આ નોકરીના પગલે હું ગામડે જઈ શકતી ન હતી. જેના કારણે મારા સાસુ ફોન કરીને મને વારંવાર મેણા-ટોણા મારતા હતા કે, ‘તું બોવ નોકરી કરે છે અહીં ગામડે આવતી જ નથી તારી જેમ કોઈ કામને ચોટી નથી રહેતું’તેમના આ ત્રાસના કારણે મેં મારી નોકરી મૂકી દીધી હતી અને ગામડે આવી ગઈ હતી. જ્યાં મારા સાસુ મને વાંરવાર મને કહેતા કે,’તારે તો અહીં ગોલાપા જ કરવાના છે’ છતાં હું મૂંગે મોઢે બધું સહન કરતી હતી. એ સમયે હું ગર્ભવતી થતા મારે દીકરીનો જન્મ થયો હતો. છતાં મારા પતિ કે સાસરિયાએ મારી દીકરી સામે જાેયું પણ નહીં. મારે દીકરીનો જન્મ થતા સાસુએ ‘મારે પાંચ દીકરી હતી આ છઠ્ઠી આવી’ તેમ કહી નાપસંદગી દર્શાવી હતી. મારા પતિ તો પહેલેથી જ બેરોજગાર હતા એટલે ઘરખર્ચ ચલાવવા મારા પપ્પા મને પૈસા આપતા હતા.આ નાણાભીડને પગલે મેં રાજકોટમાં આવીને બ્યુટી પાર્લર ચાલુ કરવાનું નક્કી કર્યું ત્યારે પણ મારા સાસુએ નાપસંદગી દર્શાવીને કહ્યું હતું કે, તારે ગામડે જ રહેવાનું છે અને વાડીમાં કામ કરવાનું છે કહી ત્રાસ આપતા હતા. ગામડામાં મારી દીકરીને કોઈ રમાડતું પણ નહીં. મારા પતિને મારા સાસુ વારંવાર ચઢામણી કરતા રહેતા. આ બાબતે મેં મારા સસરાને કરી તો તેમણે તો એવું કહ્યું કે .તારે છુટાછેડા આપી દેવા જાેઈએ. તારો જ વાંક છે. આ તે છઠ્ઠી દીકરી આપી અને હવે તારે નોકરી કરવી છે ! તેમ કહીને ઝઘડો કર્યો હતો. જેથી હું મારી દીકરી સાથે રાજકોટમાં મારા પપ્પાના ઘરે આવી ગઈ હતી. મારા પપ્પાએ મારા સસરાને ફોન કરી આ બાબતે સમાધાન કરવાનું કહેતા તેમણે કહ્યું હતું કે,ગામડે ન આવવું હોય તો અમારે તમારી દીકરી નથી જાેતી.’ જેથી આ ત્રાસથી કંટાળી આજે મહિલા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. હાલ મહિલા પોલીસે આ ફરિયાદને આધારે ગુન્હો આઇ.પી.સી. કલમ-૪૯૮(૬),૫૦૪,૧૧૪ મુજબ પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
