રાજકોટ
રાજકોટના કુવાડવામાં રહેતા દિપકભાઇ જીવરાજભાઈ બાહુકિયા નામનો ૨૩ વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના એકાદ વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતાં તાત્કાલિક બેશુધ્ધ હાલતમાં સારવાર અર્થે કુવાડવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે ફરજ પરના તબીબે જાેઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો હતો. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસને જાણ થતાં કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો પોલીસે જરૂરી કાગળો કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયભાઈ નિમાવત સહિતના સ્ટાફે નોંધ કરી યુવકના આપઘાત પાછળનું કારણ જાણવા કાનૂની તપાસનો દોર આગળ વધાર્યો છે.રાજકોટ નજીક આવેલા કૂવાડવામાં રહેતા યુવાને અગમ્ય કારણસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો છે.


