Gujarat

રાજકોટમાં સરકારે અનાજ, કરિયાણા પર ૫% જીએસટી લાદતા દાણાપીઠમાં દુકાનો બંધ

રાજકોટ
કેન્દ્ર સરકાર દ્વારા અનાજ કરીયાણા તથા આવશ્યક ચીજ વસ્તુઓ પર ૫% જીએસટી લાદવામાં આવ્યો છે. જેને પગલે રાજકોટમાં આજે દાણાપીઠમાં વેપારીઓએ દુકાન બંધ રાખીને વિરોધ નોંધાયો હતો. સરકારે અનાજ કઠોળમાં જે ૫% જીએસટી લગાડ્યો છે તે ખોટું છે. આના કારણે વેપારીઓને ઘણું નુકસાન થઈ રહ્યું છે. એક તો અત્યારે ઓલરેડી ચીજાે પર જીએસટી હતો. તેમાં ૫% વધે એટલે અમારે ઘણી નુકસાનીનો સામનો કરવો પડે. હવે જાે સરકાર તેનો ર્નિણય પાછો નહીં લે તો આગામી સમયમાં અમારા દ્વારા વધુ જલદ અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ ર્નિણયના વિરોધમાં જ આજે અમે દુકાનો બંધ પાડી છે. ગોંડલમાં પણ ભારતીય ઉદ્યોગ વેપાર મંડળ દિલ્હી દ્વારા વેપાર ધંધા બંધના એલાનને સમર્થન આપી અનાજ-કઠોળના વેપારી અને માર્કેટ યાર્ડના વેપારીઓ આજે ધંધા રોજગાર બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ અંગે ગોંડલ વેપારી મહામંડળનાં પ્રમુખ ગોપાલભાઈ ટોળીયાએ જણાવ્યુ હતું કે, વેપારીઓને સરેરાશ ૧થી ૨% નફો મળતો હોય ત્યારે ૫% જીએસટી કર બોજ વેપારી આલમની કમર ભાંગી નાખતો તઘલખી ર્નિણય છે. માટે આજે હોય ગોંડલનાં વેપારીઓ બંધ પાળી વિરોધ દર્શાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *