Gujarat

રાજકોટમાં સોની બજાર હોલસેલ માર્કેટમાં કરોડનો વેપાર થયો ઠપ

રાજકોટ
સોની બજારમાં હોલસેલ માર્કેટમાં સૌથી વધુ અસર જાેવા મળી છે. જ્યારે લગ્ન માટેની ખરીદી છે તેમાં લોકોએ વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી છે, તો રોકાણ માટેની ખરીદી વધારે થઈ છે. સ્થાનિક કક્ષાએ માત્ર રાજકોટની જ વાત કરીએ તો કુલ રોકાણકારોના ૨૫ રોકાણકારનું ધોવાણ થયું છે. માર્કેટમાં રોકાણ વધતું જશે. શેરબજાર માં વધઘટ માટે અનેક પરિબળો હાલમાં ભાગ ભજવી રહ્યા છે. ભારત દેશમાં જે સનફ્લાવરનો વપરાશ થાય છે તે મોટેભાગે રશિયા અને યુક્રેનથી આવે છે. અત્યારે શિપમેન્ટ દરિયાઈ માર્ગે હોવાથી તુરંત જ તેની અસર નહિ વર્તાઈ, પરંતુ એક મહિના બાદ જાે તંગી ઊભી થશે તો સ્ટોકમાંથી ઉપાડ શરૂ થશે. તેમ ઓઈલમિલરો જણાવી રહ્યા છે. યુક્રેન અને રશિયાની યુદ્ધની તમામ પરિસ્થિતિ પર લોકો નજર રાખી રહ્યા છે. અત્યારે કામચલાઉ રીતે દરેક નવા ર્નિણય, આયોજન અને ચાલુ કામગીરીમાં વેઇટ અને વોચની નીતિ શરૂ થઇ ગઈ છે. હાલ જે પરિસ્થિતિ ઊભી થઇ છે તે જાેતા એવું અનુમાન લગાવી શકાય કે વેપાર -ઉદ્યોગ પૂર્વવત થતા હજુ એક મહિનો લાગી જશે. વેપારની વાત કરીએ તો સૌથી મોટો વેપાર ધાણા, ચીનાઈ માટી અને સનફ્લાવર તેલનો છે તે પ્રભાવિત થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધની અસર રાજકોટની સોની બજાર, શેર માર્કેટ, આયાત નિકાસ ક્ષેત્ર અને વેપાર જગતમાં જાેવા મળી છે. સોની બજારમાં હોલસેલ માર્કેટમાં રૂ.૩૦ કરોડનો વેપાર ઠપ થયો છે. તેમ રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના ઉપપ્રમુખ પરેશભાઈ આડેસરા જણાવે છે. શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં સામાન્ય દિવસો કરતા રૂ.૫૦ કરોડનું નવું રોકાણ આવ્યું છે. જે દોઢ ગણું વધારે કહી શકાય. તેમ શેર બ્રોકર સુદીપભાઈ મહેતા જણાવે છે. ધાણામાં રૂ.૫૦૦ ભાવ વધવાની સંભાવના છે. વેપાર-ઉદ્યોગમાં રૂ.૬૦ કરોડની રકમ ફસાઈ ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે ઉદ્યોગ જગતમાં વપરાતા કાચા માલના ભાવમાં પણ વધારો નોંધાયો હોવાનું અને નવા ઓર્ડર અટકાવી દેવાયા હોવાનું ઉદ્યોગકારો કહે છે. સનફ્લાવર તેલ માટે રશિયા અને યુક્રેન પર જ આધારિત રહેવું પડે છે. જેથી આગામી દિવસોમાં સનફ્લાવર તેલમાં તેજી મંદી જાેવા મળે.

Crores-traded-in-Sony-market-wholesale-market-stalled.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *