રાજકોટ
રાજકોટની એસપી કચેરી ખાતે મેટોડાનાં પિતા-પુત્ર પહોંચ્યા હતા. તેમજ લોધિકાનાં બૂટલેગરો તેમજ ત્યાંની પોલીસે પુત્રને માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. એટલું જ નહીં બોટલમાંથી પેટ્રોલ છાંટી તેમજ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે આ સમયે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા પિતા-પુત્રને પકડી અટકાયત કરી લીધી હતી. જાેકે પિતા-પુત્રના આક્ષેપોની ઝીણવટભરી તપાસ કરવાનાં આદેશો જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવ્યા છે. હું રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં ભાડાના મકાનમાં રહું છું. મારા પુત્રને એક કેસમાં લોધિકા પોલીસે માર માર્યો હતો. રાતે એક વાગ્યે પોલીસે માર મારી લોધિકા પોલીસ સ્ટેશનમાંથી જવા દીધો હતો. બાદમાં મારા પુત્રને ગુંડાઓ અને બૂટલેગરોએ માર માર્યો હતો. પોલીસ અને ગુંડાઓ મળેલા હોય તેવું લાગે છે. અમે લોધિકા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ન ગયા અને રાજકોટ એસપી કચેરીએ ફરિયાદ કરવા ગયા હતા. પરંતુ ત્યાંથી અમને લોધિકા પોલીસ સ્ટેશને મોકલ્યા હતા. પરંતુ ગુંડાઓના ડરથી અમે પોલીસને કહ્યું કે અમારે ફરિયાદ કરવી નથી. પોલીસે મારું નિવેદન નોંધી લીધું અને બે જગ્યાએ સહી લેવડાવી. બાદમાં ૧૦ જૂને મારા પુત્રએ દવા પીધી ત્યારે પોલીસ નિવેદન નોંધવા હોસ્પિટલે આવી હતી. આ નિવેદન નોંધી ગયા તે ગયા પછી આજદિન સુધી કોઈ ફોન આવ્યો નથી. ઘરે પણ પોલીસ સંભાળ લેવા આવી નથી.રાજકોટના જિલ્લા પંચાયત ચોક નજીક જિલ્લા પોલીસ વડાની કચેરી બહાર પિતા-પત્રએ શરીરે પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. સાથે દવા પીવાનો પણ પ્રયાસ કર્યો હતો. જાેકે પિતા-પત્ર દિવાસળી ચાપે તે પહેલા પોલીસે બન્નેની અટકાયત કરી લીધી હતી. બાદમાં બંનેને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા. પિતા-પુત્રએ લોધિકા પોલીસ માર મારતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
